________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાતના ગોકુળના સ્થાનમાં ઈગિની-મરણ અંગીકાર કર્યું. જપાર ધાવમાતાએ સુબંધુ મંત્રીનું કાવવું જાણ્યું અર્થાત્ “આ ચાણકય પિતાથી પણ અધિક હિતકારી હરે'-એમ શજાને જણાવ્યું અને કહ્યું કે, “તેને પરાભવ કેમ કર્યો ?' તો કે “માતાને વિનાશ કરનાર હોવાથી. તે ધાવમાતાએ કહ્યું કે, “જે તેનો વિનાશ ન કર્યું હતું, તો તું પણ આજે હાજર ન હતું. જે કારણ માટે તારા પિતાને વિષમિશ્રિત ભોજન દરરોજ ચાણકય ખવરાવતો હતો, તેને એક કોળિો તારી માતાએ ખાધો, તે ગર્ભમાં રહેલો હતે. વિષ વ્યાપી જવાથી દેવી તો મરણ પામેલા હતાં જ, તેનું મરણ દેખીને મહાનુભાવ ચાણકય માતાના પેટને છૂરિકાથી વિદ્યારણ કરીને તેને બહાર કાઢ્યો. કાઢવા છતાં પણ મસ્તક ઉપર ઝેરનું બિન્દુ લાગી ગયું હતું. દેશના વણું સરખું શ્યામ ઝેરબિન્દુ લાગેલું હોવાથી હે રાજન ! તું બિન્દુસાર તરીકે ઓળખાય છે. એ સાંભળીને મહાસંતાપને પામે તે સર્વવિભૂતિ સહિત એકદમ ચાણકયની પાસે પહોંચ્યો. બકરીની સૂકાએલી લીંડીઓ ઉપર બેઠેલા, સંગ વગરના તે મહાત્માને દેખ્યા. સવદરથી વારંવાર ખમાવીને કહ્યું કે, “નગરમાં પાછા ચાલે અને જયની ચિંતા કરો. ત્યારે ચાણકયે કહ્યું કે, “મેં તે જિંદગી પર્યત માટે અનશનને વીકાર કર્યો છે. હવે સંસારના સમગ્ર સંગને સર્વથા મેં ત્યાગ કર્યો છે.” ચાડી ખાવાના કટુ વિપાકે જાણનાર ચાણકય તે વખતે રાજાને સુબંધુનું કાવવું થયું, તે. સંબંધી લગાર પણ વાત ન કરી,
હવે ભાતલપર બે હાથ જોડી સુબંધુએ રાજાને વિનંતિ કરી કે, “હે દેવ જો આપ મને આજ્ઞા આપે, તે અનશનવ્રતવાળા મંત્રીની હુ ભક્તિ કરું.” રાજા પિતાના સ્થાને ગયા એટલે આજ્ઞા પામેલા તુચ્છ બુદ્ધિવાળા સુબંધુએ ધૂપ સળગાવી તેને અંગારો બકરીઓની ઊંડીઓ ઉપર જાણી જોઈને નાખ્યા. મનની અંદર શુદ્ધ વેશ્યામ વર્તતા ચાણકયની નજીક સળગતે સળગતે કરીષાગ્નિ પહેાં. આવા ઉપસર્ગ સમયમાં ચાણકય ધર્મધ્યાનમાં સજજડ એકાગ્ર ચિત્તવાળા બને અને લગાર પણ પોતાના ધ્યાનથી ચલાયમાન ન થયા. અનુકંપાવાળો તે સળગતા અગ્નિમાં બળી પહેલો હતો. ખરેખર તે ધન્ય પુરુષ છે કે, જેઓ અતુત્તર-માક્ષસ્થાનકમાં ગયા છે, જે કારણ માટે તેઓ જીના દુઃખના કારણભત થતા નથી. અમારા સરખા પાપી જીવો તે ઘણા પ્રકારના અને ઉપદ્રવ કરીને આરંભ-મારંભમાં આસક્ત મનવાળા થાય છે, એ રીતે પોતાનું જીવન પાપમાં જ પસાર કરે છે. આવા જીવલાકને ધિક્કાર થાઓ,
જિનેશ્વરનાં વચનને જાણવા છતાં મોહ-મહાશથી વિંધાએલા મનવાળો હું આ લેક અને પરલોક-વિરુદ્ધ વર્તન કરનાર થશે છું. ખરેખર મારું ચરિત્ર કેવું છે? આ ભવમાં કે પરભવમાં મેં જે કંઈ જીવને દુઃખ પમાડ્યા હોય, તે સર્વે અત્યારે મને ક્ષમા આપજે. હું પણ તે સર્વે ને અમાવું છું. રાજય કરતું હતું, ત્યારે
"Aho Shrutgyanam