________________
રણસિંહ કથા
( ૧૧ ) કમલાવતીને ભીમકુમારની અભિલાષા જણાવી, તે તેનું નામ સાંભળવા પણ તે ઈચ્છતી નથી. “જે ઉપચાર કર, પ્રપંચ કરે, ખુશામતના પ્રિયવચનો ઉચ્ચાર નજર પણ નાખે, પરંતુ પ્રતિકૂલ વામાઓ (સ્ત્રી) તેને તૃણસમાન ગણે છે.” યક્ષમંદિરમાં જાય છે એમ જાણ્યું ત્યારે તે તેની પાછળ પહોંચે. “જે મધુર વચનથી બે લાવીશ, તે કદાચ મને ઈચ્છશે. ” “ધનદાન, લોકસન્માન, રૂપ, સૌભાગ્ય, મીઠાં વચને તે સર્વે મનહર સ્નેહ આગળ તૃણની જેમ કશા કારણ નથી.' યક્ષમંદિરના દ્વાર–પ્રદેશમાં તે ધીઠે થઈને બેઠે એટલે દાસીને કુમારીએ કહ્યું કે, “પૂજા કર્યા પછી આપણે ઘરે કેવી રીતે રીતે જઈ શકીશું? કારણ કે, આ હાર વચ્ચે જ બેઠા છે. અથવા આ દ્વારપ્રદેશમાં કંઇ કહેશે અગર અંદર આવશે, માટે તું દ્વારમાં બેસ અને તેને અંદર પ્રવેશ કરે તે રાકજે.” તે પ્રમાણે દાસી ત્યાં બેઠી, અને એકાંતમાં મૃગાક્ષી કમલવતીએ આગળ મેળવેલી મૂલિકાને બાંધી. એના પ્રભાવથી તે પુરુષ સ્વરૂપ બની બહાર નીકળી. એટલે કુમારે પૂછયું કે, “હે પૂજારી ! હજુ કેમ કુમારી બહાર ન નીકળી ?” પૂજારીએ કહ્યું કે, “તે જ આવે છે. બીજી કઈને મેં દેખી નથી.” એમ કહીને કુમારી ઘરે ગઈ. કાન ઉપરથી મૂલિકા છોડી સંતાડી દે છે. યક્ષમંદિરમાં બે ત્રણ વખત દરેક સ્થળે તપાસ કરી, પરંતુ તે જોવામાં ન આવી એટલે વિલ થયે, પેલે સુમંગલાકુમારી પાસે આવ્યો. એટલે દાસીએ પૂછયું કે, હે ભZદારિકા ! તું અહિ કેવી રીતે આવી ગઈ અને આ શી હકીકત છે ?” ત્યારે કમલવતીએ કહ્યું કે, “હું ઓષધિના પ્રભાવથી પુરુષનું રૂપ કરીને અહિં આવી ગઈ છું. તેણે મને પૂછ્યું હતું ત્યારે મેં તેને ભળતો ઉત્તર આપ્યા હતા. (૧૫)
આ ઔષષિની ઉત્પત્તિની હકીકત સાંભળ. એક વખત અમે ચિંતામણિયક્ષના મંદિરમાં ગયા હતા. ત્યારે ત્યાં વિદ્યાધરનું યુગલ ફરતું દેખ્યું. યક્ષમંદિરના ઊંચા શિખરનું ઉલ્લંઘન કરતા તેઓ ાભ પામ્યા. અને પૂજા કરવાની ધમાલમાં હતા. તે વિદ્યાપર યુગલે મંદિરમાં પ્રવેશ કર્યો. મારું રૂપ દેખી એ વિદ્યાધર મહિત થાય એમ ધારીને વિદ્યાધરીએ મારા કાને ઔષધિ-મૂલિકા બાંધી, તેની મને ખબર ન પડી. પરંતુ તે યુગલ ગયા પછી હું મારું રૂપ દેખું છું, તો પુરુષરૂપ દેખાયું મને આ તેવાથી પ્રાસકો પડશે અને મારું સમગ્ર રૂપ જોતાં ખેચરી યાદ આવી. એટલામાં કાન ઉપર મૂલિકા દેખી. એટલામાં તેને છેડી તેટલામાં સ્વાભાવિક અસલ શરીરવાળી કુમારી થઈ ગઈ. તે ઔષધિનો પ્રભાવ જાણો, એટલે ધારણ કરીને તેને સારી રીતે સંભાળી રાખું છું. અતિનેહાધીન થએલા ભીમકુમારે કમલવતીની માતાને સમજાવીને કુમારી આપવા માટે તૈયાર કરી. કમલિની નામની રાણીએ આ હકીકત શુજાને જણાવી. બીજા દિવસે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ હકીકત જાણીને કુમારી ફરવા જતી નથી, ભજન કરતી નથી, હસતી નથી, સુતી નથી, સખીઓને બોલાવતી નથી, દુર્જનથી છેતરાએલ સજન
"Aho Shrutgyanam