________________
દઢપ્રહારીની કથા
[ ૩૨૭ ] -તપ-સંયમ ધર્મનું મૂળ છે. વળી આત્મામાં વતતા પરિણામ જે પ્રકારના થાય, તેને અનુસાર ઓછા-અધિક એવા તપ-સંયમને ક્ષય થાય છે. આ તો માત્ર ફૂલઆશ્રાદષ્ટિથી કહીએ છીએ. આ વ્યવહાર-વચન અમજવું, નિશ્ચયથી તે કષાયના તીવ્રતર પરિણામે કરીને ચારિત્રના તીવ્રતર અને મંદ પરિણામથી મંદ ક્ષય થાય છે. તેથી પરિણામોનુસાર ક્ષય થાય છે. ( ૧૩૧ થી ૧૩૪).
બીજાને કઠે૨-આકરાં વચને સંભળાવવાથી એક દિવસે કરેલ ઉપવાસાદિ તપ અને ઉપલક્ષણથી એક દિવસને પાળેલ સંયમ તેના ફળનો નાશ કરનાર થાય છે. ક્રોધ કરીને સામાની જાતિકુળની હીલના કરનારને એક મહિનાના, આક્રોશ કર-શાપ આપે, તે એક વરસનાં તપ-સંયમ અને કોઈને લાકડી આદિથી તાડન-તર્જન કરે, તે તેના સમગ્ર શ્રામશ્યને વિનાશ થાય છે. તથા કોઈકના પ્રાણેને નાશ કર-મારી નાખે, તે પિતાના સંયમનો નાશ કરી મલિન પાપ ઉપાર્જન કરનારા થાય છે. આ પ્રમાદની બહુલતાવાળો જીવ આવા પાપને કારણે લાંબા કાળ સુધી સંસારમાં જન્મ-મરણના ફેરા કરનારે થાય છે. આવું કષાયવરૂપ સમજીને મુનિઓએ શું કરવું ? તે કહે છે
જેમણે પરભવનું સ્વરૂપ જાણેલું છે, એવા મુનિવરને કોઈ તિરસ્કારનું વચન કહે, તર્જની આંગળી બતાવીને અપમાનિત તજેના કરે, દોરડાદિકથી કે ચાબુથી માર માર, હથિયારથી હણ, જાતિ-કુલથી નિંદિત કરી હલકો પાડે, તો દઢ પ્રહારી માફક સમતાથી સહન કરે. પિતાના પૂર્વે કરેલાં કમને દોષ માને, ઉપસર્ગ કરનાર ઉપર રોષ ન કરતાં તેની ભાવયા ચિંતવનારે થાય. (૧૩૪ થી ૧૩૬) દઢપ્રહારીની કથા
એક કાઈ સંનિવેશ-નાના ગામમાં અનાચાર કરવામાં આનંદ માનનાર, કોઈ પ્રકારે કાબુમાં ન રાખી શકાય, ઉચ્છંખલ, અધમ હવભાવવાળે કોઈક બ્રાહ્મણ યુવાન હતે. અવિનય કરનાર તોફાની હોવાથી તેને તે ગામમાંથી હાંકી કાઢયે. જેથી તે - બ્રમણ કરતાં કરતાં એક ચોરની પલ્લીમાં પહોંચે. તે પહલીના સવામીએ તેને પુત્ર તરીકે સ્વીકારી ત્યાં રાખે. પલ્લી પતિ મૃત્યુ પામ્યા, એટલે પરાક્રમ વગેરે ગુણવાળા તેને પહલીવામી બનાવ્યું. અતિક્રૂરતાવાળા હોવાથી અને તેવા ક્રૂર પ્રહાર કરનાર હોવાથી તે લોકોમાં દઢપ્રહારી તરીકે પ્રસિદ્ધિ પામ્યો. કેઈક વખત કુશસ્થલ - નગરમાં ધાડ પાડવા માટે ગયો. તે નગરમાં હંમેશા ચક્ર માફક ભિક્ષા માટે ભટકનાર દેવશર્મા નામને બ્રાહ્મણ હતા, તેને કોઈ કુટુંબી કે નજીકના સગાંસંબંધીઓ પણ ન હતા, નિરંતર દરિદ્રતાનું દુઃખ ભોગવતો હતે. “ધનવંત લોકોને સગા-નેહીસંબંધી હોય છે, તેની આજ્ઞા ઉઠાવનાર લેક પણ હોય છે. કાર્યકાલે લોકો તે
"Aho Shrutgyanam