________________ ધમની દઢતામાં કામદેવની કથા [ 357 ] ધર્મની પ્રાપ્તિ મુશ્કેલ છે. પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનકની સર્વથા વિરતિરૂપ પાંચ મહાવતે વીકારવાં તે સાધુને ધર્મ છે. તેમ જ સમા, નમ્રતા, સરળતા, નિલભતા, તપ, સંયમ આદિ પ્રવચન-માતામાં સુંદર ઉપયોગવાળે, કપટથી સર્વથા રહિત આ સાધુધર્મ મોટો ધર્મ છે. વળી બીજે પાંચ અણુવ્રતરૂપ, મૂલગુણ અને સાત ઉત્તર ગુણો અને શિક્ષાત્રત સહિત સારી સવગુણથી યુક્ત બીજે શ્રાવકધર્મ છે. વળી તે શ્રાવકધર્મમાં રહેલો ગુરુ-દેવની સેવાભક્તિ કરવામાં હમેશાં પરાયણ હેય, સુપાત્ર અનુકંપાદાન કરવામાં પ્રીતિવાળે હોય, સમતા, દાક્ષિણ્ય, ખેદ વગરની ચિત્તવૃત્તિવાળો શ્રાવકધર્મ ભાગ્યશાળી આત્માઓ પ્રાપ્ત કરે છે, જે વિશેષ ભાગ્યશાળી હોય, તે પ્રાપ્ત કરીને પાલન કરનાર થાય છે અને તેનાથી પણ અધિક ભાગ્યશાળી હોય તે ચોક્કસ ફળ મેળવીને શ્રેષ્ઠ સર્વ વિપતિનું મહાફળ મેળવનાર થાય છે,” દેશના પૂર્ણ થયા પછી યોગ્ય સમયે દેવાધિદેવ મહાવીર ભગવંતના ચરણમાં નમસ્કાર કરીને કામદેવ શ્રાવક વધતી શ્રદ્ધાપૂર્વક સરળતાથી વિનંતિ કરવા લાગ્યા કે, “હે સ્વામી ! હું શ્રમણ ધર્મ કરવા માટે અસમર્થ હોવાથી મારા ઉપર મહાકૃપા કરીને મનેહર સુંદર શ્રાવકધર્મ આપો. આપના ચરણકમળની પ પાસના-સેવાથી વિહિત હોય કે સહિત હોય તેને અવશ્ય શ્રાવકધર્મ હોય છે, તે આજે મને તે ધર્મ આપવાને વિલંબ કેમ કરો છો? સમ્યક્ત્વ જેના મૂળમાં છે, અણુવ્રતો જેનું થડ છે અને પરંપરાએ અનંત સુખ સાધી–મેળવી આપનાર છે-એવા ક૯પવૃક્ષ સ શ્રાવકધર્મ ભગવંતે કામદેવને આપે. તીક્ષણ તરવારની ધાર માફક તે શ્રાવકધર્મનાં વ્રતે હંમેશાં તે આકરી રીતે પાલન કરે છે. બીજા પણ ઉગ્ર અભિગ્રહ ધારણ કરીને મનને નિગ્રહ કરે છે. આકાશમાંથી પડતા વરસાદનું પાણી, લાલ ચાલી ચોખા, કbળમાં અડદ, મગ અને વટાણા, ગાયનું દૂધ અને ઘી અને તેની બનાવેલ વાનગીઓ આટલી જ વસ્તુઓ ખાવાની છૂટ રાખેલી હતી. તે સિવાયની સર્વ વસ્તુઓનાં પચ્ચખાણ કર્યા હતાં. ધર્મવીકાર સમયે જેટલે પહેલાનો પરિગ્રહ હતું, તેના ઉપરનો અભિગ્રહ કરીને બંધ કર્યો હતે. “પરિગ્રહ-નદીનું પૂર અતિશય વૃદ્ધિ પામે છે, ત્યારે તે કેટલો ફલેશ-નુકશાન કરનાર થાય છે તે કહેતાં જણાવે છે કે નદીપૂર લોકોનાં ધન, માલ, મકાન, ખેતર, ઢોર, મનુષ્યને ખેંચી તાણ જાય અને લોકોની જિંદગીનું ઉપાજન કરેલ વિનાશ કરનાર થવાથી ગૂમાવનાર લેકેના ચહેરા પર કાલિમાં ઉત્પન્ન કરે છે. ધર્મરૂપ વૃક્ષને મૂળમાંથી જ ઉખેડી નાખે છે, કૃપા અને ક્ષમારૂપી કમલિનીને કરમાવી-ચીમળાવી નાખે છે, લોભ-સમુદ્રમાં પ્રવેશ કરતા નદીપૂર તેમાં વધારે કે છે, “શુભ મનરૂપી હંસને અહીંથી પ્રવાસ કરીને દૂર ભાગી જા” એમ જણાવે છે. આવો પરિગ્રહ-નદીપૂર કોને ફલેશ નથી કરાવતે ?" અષ્ટમી, ચતુદશીના પર્વ દિવસમાં આ કામદેવ શ્રાવક ચારેય પ્રકારને પૌષધ "Aho Shrutgyanam