________________ [ 356 ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાલ અનુશન–કામાનુરાગ-પ્રેરિત મનવાળા તેના ફળની તરફ નજર ન કરનારા જે પ્રકારનાં કાર્યો કરે છે, તેના ફળની આગળ આજે આ ફળ કયા હિસાબમાં છે? અપરાધ કર્યાના બદલામાં મૃત્યુ આપે, તે તેમાં તેમના ઉપર શે રોષ કરવાનું હોય? વગર અપરાધે મૃત્યુ આપે, તે અહિં વિમયને અવકાશ ગણાય. આવા ભાવનામૃતથી આત્માને વારંવાર સિંચન કરતો બળી ગએલા મતકવાળા સાગરચન્દ્ર મૃત્યુ પામીને દેવલોકમાં ગયો. આવા પ્રાણાતિક ઉપસર્ગમાં પણ દઢવતવાળા મહાસ ગૃહસ્થ હોવા છતાં સત્ત્વથી ચલાયમાન ન થયા, તે સાધુને શું વધારે કહી શકાય ? (5) આ વિષયમાં બીજું દાન્ત કહે છે. देवेहि कामदेवो, गिही विनवि चालिओ (चाइओ) तवगुणेहिं मत्तगयंद-भुयंगम-रक्खस-धोरट्टहासेहि // 121 / / દેવતાઓએ વિકલા મદોન્મત્ત હાથી, સપ, રાક્ષસના કરેલા ઉપસર્ગો, કરેલા અટ્ટહાસ્યના પ્રયોગથી જે ગૃહસ્થ એવા કામદેવ શ્રાવકને તપણુણથી ચલાયમાન કરવા અમર્થ ન થઈ શક્યા, કામદેવના તપગુણને છોડાવવા અસમર્થ બન્યા, તે પછી આગમના અર્થને જાણનાર એવા સાધુઓએ તે અવશય ઉપસમાં ભવાળા ન થવું. તે કામદેવની કથા આ પ્રમાણે છે - ઘર્મની દઢતામાં કામદેવની કથા શ્રી વાપૂજ્ય સ્વામીના જન્મકલ્યાર્થી મનોહર એવી શ્રી ચંપાપુરીનગરીમાં પહેલાં અનેક શત્રુનો પરાભવ કરનાર જિતશત્રુ નામનો રાજા હતે. તથા અતિપ્રભુત એવી વિભૂતિથી ચડિયાતે કામદેવ નામને ઘણું ધનસમૃદ્ધિવાળે શેઠ હતા, સમગ્ર શીલાદિગુણેના સ્થાનભૂત ભદ્રા નામની તેને માર્યા હતી. છ ક્રોડ સેવા તે વ્યાજે ફેરવતે હતો, છ ક્રોડ જમીનમાં નિધાનરૂપે, છ દેડ વેપારમાં, બાકીના છ કોડ જળમાગે વહાણના વેપારમાં પિતાની મુડી રોકલી હતી. પાંચસે ગાડી, પાંચસો હળ વહન કરતો હતો, દશહજાર ગાયે એક ગોકુળમાં હોય તેવાં દશ ગોકુળે તેને હતાં. તેમજ ઘર, હાટ-દુકાન, દાસ-દાસી, ઘોડા, નાના ઘેડા, અચ્ચર, ગધેડા, ઉંટ વગેરે તિયાની સંખ્યા અગણિત હતી. વધારે શું કહેવું , ઘણા મેટો આરંભ હતા. કઈક સમયે પુર, નગર, ગામ, ખાણ, ખેડ, મર્ડબ આદિથી શેભાયમાન પૃથ્વીમાં વિચરતા વિચરતા મહાવીર ભગવંત એક સમયે ત્યાં આવી પહોંચ્યા. નગર લોકોની પર્ષદા બહાર નીકળી ભગવંત પાસે આવી. પ્રભુને સજળ મેઘના શબ્દ સરખી ગંભીર ધીર દૂધ સાકર કરતાં અતિમધુર વાણીથી દેશના શરૂ કરી. જેમ આ પાર વગરના ખારા સંસાર-સમુદ્રમાં લાંબા કાળથી ભ્રમણ કરતા મનુષ્યોને યાનપાત્ર સમાન જિન "Aho Shrutgyanam