________________
કાલિકાચાર્ય અને દર શજાની કથા
[ ૩૨૭ ] ત્યારપછી ગુરુએ કહ્યું કે, “તું પૂછે છે, તે હે રાજા ! ધર્મના મમને હું કહું છું, તે સાંભળ. “પિતાના આત્માની જેમ બીજા આત્મા વિષે પણ પીડાનો ત્યાગ કો, તે મહાધમ છે.” કહેવું છે કે – “ જેમ આપણા આત્માને સુખ વહાલું અને દુઃખ અળખામણું છે, તેમ સર્વ જીવોને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. એમ વિચારતો આત્મા પોતાને અનિષ્ટ દુઃખ આપનાર એવી બીજા જીવની હિંસા ન કરવી.” બુદ્ધિશાળી મનુષ્યો અહિં લંગડાપણું, કોઢરોગ, હુંઠા પણું વગેરે હિંસાનાં અશુભ ફલ દેખી નિરપરાધી જીવોની હિંસા મનથી પણ સર્વથા ત્યાગ કર. કર્મનું ફળ હોય તે સ્વર્ગ કે મોક્ષ છે. તેમાં સંદેહ નથી.” ફરી પણ દરરાજા પૂછે છે કે, આપ મને યજ્ઞનું ફળ કહો.”
ગુરુએ કહ્યું કે, “તું પાપનું ફળ અને સ્વરૂપ પૂછે છે, તે હું કહું છું કે, હિંસા અને જૂઠ વગેરે પાપના માગે છે અને આ યજ્ઞ પણ પાપ જ છે. તેમ જ કહેવું છે કે– “જો જીવને પ્રાણનો લાભ થતો હોય, જીવિત બચી શકતું હોય, તે રાજ્યને પણ ત્યાગ કરે છે, જીવને વધ કરવાથી ઉત્પન્ન થએલું પાપ, સર્વ પૃથ્વીનું દાન કરે તે પણ શાન્ત થતું નથી. વનમાં રહેલા નિરપરાધી વાયુ, જળ અને તૃણનું ભક્ષણ કરનારા મૃગલાઓના માંસનું લાલુપી વનના જીવોને મારનાર શ્વાન કરતાં લગાર પણ ઓછા નથી. તમને માત્ર તણુંખલા કે અણિયાલા ઘાસના અગ્રભાગથી ભેંકવામાં આવે, તો તમારા અંગમાં તમે ખરેખર પીડા પામે છે અને દુભાવ છે, પછી અપરાધ વગરના પ્રાણીઓને તીક્ષણ હથિયારોથી કેમ મારી નાખે છે ?
ક્રૂર કમીએ પિતાના આત્માને શણિક સંતેષ પમાડવા માટે પ્રાણીઓના સમગ્ર જીવનને અંત આણે છે. “તું મરી જ” માત્ર એટલા શબ્દ કહેવાથી પ્રાણી દુખી થાય છે, તે પછી ભયંકર હથિયારો વડે તેને મારી નાખવામાં આવે, તે તેને કેટલું દુઃખ થાય ? શાસ્ત્રોમાં સંભળાય છે કે, “જીને ઘાત કરવા રૂપ શૈદ્રધ્યાન કરનારા એવા સુભૂમ અને બ્રહ્મદત્ત બંને ચક્રવર્તીએ સાતમી નરકે ગયા. નરક વગેરે ભયંકર દુર્ગતિનાં દુઃખનાં ભયંકર ફળ સાંભળીને ફરી પણ રાજાએ પોનું ફળ કહેવાનું જણાવ્યું.
સત્ય બોલવાથી પિતાના પ્રાણેને અંત આવવાનો છે,’ એમ પ્રત્યક્ષ દેખવા છતાં, સંકટ જાયું છે, છતાં પણ ગુરુ તે રાજાને પણ કહે છે કે, “યજ્ઞમાં પશુ હિંસાથી નરકફળ થવાનું છે.” (૨૫) આ સાંભળીને અતિરાય ઠેષના આવેશથી પરાધીન થએલા ચિત્તવાળા તે દત્તરાજા કહેવા લાગ્યું કે-વેદમાં વિધાન કરેલી હિંસા મારા માટે પાપનું કારણ થતી નથી. જે માટે કહેવું છે કે બ્રહ્માએ પિતાની મેળે જ ય માટે આ પશુઓને બનાવેલા છે, તેથી તેની સર્વ આબાદી થાય છે, માટે યજ્ઞમાં વધ કરાય છે, તે અવધ છે.
"Aho Shrutgyanam