________________
[ ૩૨૬ ]
પ્રા, ઉપદેશમાલાનો પૂજાનુવાદ મહારાજાએ પણ શિષ્યને જે પ્રમાણે હિતવચને કહેવા જોઈએ, તે કહે છે-“જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ અનેક ગુણયુક્ત નિરવઘ ધર્મમય અતિસુંદર વચનો વડે જે પ્રમાણે શિષ્યનું મન આહ્લાદ પામે, પરિણામની વૃદ્ધિ થાય, તે પ્રમાણે આચાર્ય શિષ્યને શિખામણ-પ્રેરણા આપે. (૧૦)
મનની પ્રસન્નતા સત્ય વચનોથી જ કરવી, નહિં કે અસત્ય એવું પ્રિય વચન પણ બાલવું. તે માટે કહેવું છે કે-“સત્ય બોલવું, પ્રિય બોલવું, પરંતુ અસત્ય એવું પ્રિયવચન ન બોલવું, પ્રિય અને સાચું વચન બોલવું, તે એક શાશ્વત ધર્મ છે. પોતાના પ્રાણના નાશમાં પણ અસત્ય પ્રિય વચન નથી બોલ્યા; એવા કાલાચાર્યનું દષ્ટાંત કહે છે. કથા કહેવાથી ગાથાને અર્થ સારી રીતે સમજી શકાશે. તેથી તે જ કહીએ છીએ.
તુમિણિ નામની નગરીમાં જિતશત્રુ નામને રાજા હતા. તેને અશ્વોને શિક્ષા આપવામાં ચતુર, છ કમ કરાવનાર બીજો એક બ્રાહ્મણ પુરોહિત હતો. જિન ધર્મમાં પ્રતિબોધ પામી જિનેશ્વર ભગવંતની પ્રવજયા સ્વીકારી વિશેષ પ્રકારના શ્રતના પારગામી બની કાલકસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તે કાલકસૂરિને દ્રા નામની બહેન હતી અને તેને દત્ત નામને ખરાબ બુદ્ધિવાળો પુત્ર હતો. તે હંમેશાં વૃતક્રીડા રમનાર, મદિરાપાન કરવામાં તૃષ્ણાવાળે બાલિશ હતા. તેના પિતા ન હોવાથી વનવાથી માફક નિરંકુશ અને શંકારહિત હતે. જિતશત્રુ રાજા સાથે એક મનવાળો તે દરરોજ રાજાની સેવા કરવા લાગ્યો, રાજાએ કઈ વખત તેને મેટા અધિકારપદે સ્થાપન કર્યો.
અધિકાર મળતાં તેણે રાજાને જ ગાદીભ્રષ્ટ કર્યો અને જિતશત્રુ રાજાને દૂર ભગાડીને પિતે જ તેનું રાજય અંગીકાર કર્યું.
ત્યારપછી મનુષ્ય, સ્ત્રીઓ, ઘોડા, ગાય-મેઘ વગેરે ઘણા અને મોટા યજ્ઞો તે પાપિષ્ટ ચિત્તવાળા રાજાએ ઘણું ધન ખરચવા-પૂર્વક આરંભ્યા. કાલકસૂરિ ભગવંત કોઈ સમયે વિહાર કરતા કરતા સુવિહિત વિહારની ચર્યાનુસાર તુરુમિણિ નગરીમાં આવી પહોંચ્યા. બહારના ઉદ્યાનમાં સુખપૂર્વક સ્થિરતા કરી. તેમના આગમનના સમાચાર સાંભળીને રુદ્રામાતા પિતાના પુત્ર–ાજાને કહે છે કે, “હે વત્સ! તારે મામા કાલકસૂરિ અહિં પધાર્યા છે, તો ભક્તિપૂર્ણ હદયવાળી હું ભાઈને વંદન કરવા જાઉં છું, તે હે વત્સ! તું પણ જલ્દી તેમના ચરણમાં નમસ્કાર કર.”
માતાના મોટા આગ્રહથી પ્રેરાયેલ તે દુષ્ટાત્મા ત્યાં જવા નીકળે. મિથ્યાદષ્ટિ એ તે દ્રવ્યથી વંદન કરી આગળ બેઠે. અતિપીઠ અને અહંકારી તે શા વિશુદ્ધ સુંદર ધર્મદેશના સમયે પૂછે છે કે, “મને યજ્ઞનું ફળ કહે.” ગુરુએ વિચાર્યું કે – “કપાઈ ગએલી નાસિકાવાળાને આરીસે બતાવીએ, તો કેપ પામે છે, તેમ ઘણે બાગે સન્માર્ગની સાચી ધર્મદેશના તે અત્યારે ઘણેભાગે પુરુષને કો૫ પમાડનારી થાય છે. ”
"Aho Shrutgyanam