________________
પ્રદેશી રાજાની કથા
[ ૩૨૩ } તે સમયે કેશી આચાર્ય પર્વદા સન્મુખ ધર્મને પ્રકાશિત કરતા ગુરુને દેખીને શજા મંત્રીને પૂછે છે કે, “આ મૂડિયા કેમ બરાડા પાડે છે.” ત્યારે ચિત્રે કહ્યું કે,
હે નાથ ! હું તે નથી જાણતું. પરંતુ આપણે તેની પાસે જઈને પૂછીએ, તો તે પ્રત્યુત્તર આપવા સમર્થ થશે. અવિધિથી પગમાં પ્રણામ કર્યા અને ગુરુની પાસે જઈને રાજા બેઠે. જીવ, કર્મ, પુણ્ય, પાપ, પરલોક વગેરે છતા પદાર્થોનું પિતાની મતિકપનાથી ખંડન કરવા લાગ્યો. “પગથી માંડી છેક મસ્તક સુધી જેનામાં કુવર્તન રહેલું હોય, તે બિચારો દુર્જન નમ્ર કેવી રીતે થઈ શકે?”
હવે કશી આચાર્ય વાસ, શબ્દ વગેરે ચેષ્ટાઓથી જીવની સિદ્ધિ કરે છે, જેમ કે, પવન દેખાતા નથી, છતાં પણ વૃક્ષની ટોચે રહેલા પાંદડાં અને પ્રવજા કંપાયમાન થાય છે, તે ચિહ્નથી પવનનું અનુમાન થાય છે. તે પ્રમાણે જેમાં કારણ સમાન હય, સાધન સમાન હોય અને ફલ-કાર્યમાં વિશેષતા હોય, તો તે હેતુ-કારણ વગર ન હય, કાર્યપણાથી. હે ગૌતમ! ઘડાની જેમ. હેતુ હોય તો તે જીવના કર્મ. જેમ પવન દેખાતો નથી, પણ દેવ જા કંપવાના આધારે તેના ચિહ્નથી પવનનું અનુમાન કરી શકાય છે, તેમ આત્મા-જીવને આપણે દેખી શકતા નથી, પણ જ્ઞાન વગેરે ગુણ દ્વાશ અનુમાનથી સાબિત કરાય છે. એવી રીતે દરેક જીવ સમાન ગુણવાળા હોવા છતાં તેના કમરના કારણે કોઈ દેવ, કોઈ મનુષ્ય, કેઈ તિર્યંચાદિ ગતિમાં જાય છે. તેમાં કારણ હોય તે તેના પિતાનાં કરેલાં કર્મ,
એ પ્રમાણે જીવ અને કર્મની સિદ્ધિ થઈ, તેમ સુંદર અનુમાન કરવા દ્વારા પરલેક એ પણું પ્રસિદ્ધ છે, તેનું કારણ હોય તો કર્મ જ છે. (૨૫) ફરી શા પૂછે, છે કે-જે પરલોક હોય તો પરલોકમાંથી મારા પિતા અહિં મારી પાસે આવીને મને પ્રતિબંધ કેમ કરતા નથી ? કારણ કે, હિંસા, જુઠ, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહાદિક પાપ કરીને તેઓ દુર્ગતિમાં ગયા હશે, મારા પર ઘણે નેહ હતો, તેઓ આવીને પાપ કરતાં મને કેમ અટકાવતા નથી ? વળી મારી માતા તે બહુજ ધર્મી હતાં. તેઓએ તે ઘણો વિશુદ્ધ ધર્મ કરેલ હતું. તેઓ તે વર્ષે જ ગયાં હશે અને ત્યાંથી આવી મને કેમ ધર્મોપદેશ કરતાં નથી ? મારા માતા-પિતા મારા પર અધિક વાત્સલયવાળા હતા, પોતે સ્વાનુભવ કરીને જાણીને દુષ્કૃત અને સુકૃતના ફળથી મને નથી રોકતા અને કરાવતા, માટે પરક હોય-એમ કેમ માની શકાય?
આચાર્ય રાજાને પ્રત્યુત્તર આપતા કહે છે કે-“કેદખાનામાં કેદીઓ શિક્ષા કરનારા દ્વારા હાથ-પગમાં સાંકળથી જકડાયેલા હોય એવા ચેર કે અપરાધી પિતાના સગા-સ્નેહીઓને ઘરે જવા સમર્થ બની શક્તા નથી (૩૦) તે પ્રમાણે નિરંતર પર– ગાલામિક દેથી ચીરાતે, કંપાતે તે બિચારે નરકમાં હેલે પલકારા જેટલે કાળ પણ સવાધીન નથી, તેથી તે જીવ અહિં કેવી રીતે આવી શકે? કહેવાય છે કે
"Aho Shrutgyanam