________________
રણસિંહ કથા
રામચંદ્ર પણ અપર માતા કેકેયીની આજ્ઞાથી વનવાસ ચાલ્યા હતા; પરશુરામે પોતાની માતા રેણુકાનું મસ્તક કાપ્યું હતું. એક કેસરીસિંહના નહેરના અગ્ર ભાગથી હાલાહલ-ઝેરની લહર ઉછળે છે, બીજું કાલકૂટ ઝેરના કેળિયા ભરવા જેવું છે, આ ચાલતી આગ જેવું છે. ફૂડ-કપટથી એકને શત્રુ કરવામાં આવે છે. નિચે નારીને વિધિએ આવી ઘડી છે; મારો સંદેહ નષ્ટ થાય છે. અજયાએ મારા જીવિત સમાન પુત્રનું હરણ કર્યું –એ મારા દેહને બાળે છે.
માટે ઘરવાસ એ ફસે છે, રાજ્ય એ પાપ છે, સુખ એ નક્કી દુઃખ છે, ભોગે ક્ષય રોગ સમાન છે, નારી ચાલતી મરકી છે; તો હવે આ સર્વેથી સયું. આ નિમિત્તથી ભવને અંત આણવા માટે શ્રી વીર ભગવંતે કહેલ સંયમ અંગીકાર કરીશ.
આ પ્રમાણે પોતાના વંશમાં થએલ કોઈક કુમારનો રાજયાભિષેક કરીને નિશ્ચલ ચિત્તવાળા વિજયસેન ૨ાજાએ વિજયા રાણી અને પોતાના સુજય નામના સાળા સાથે ભવસમુદ્રમાં મહાપ્રહણ એવા વીર પ્રભુના પોતાના હસ્તથી દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ અતિ તીવ્ર તપ તપવા લાગ્યા, આગમશાસ્ત્રને અભ્યાસ, ગ્રહણ-આ સેવન શિક્ષા, થાન તેમ જ મનહર ધર્મની આરાધના કરવા લાગ્યા. કેટલાક સમય વીત્યા પછી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. બળવાન તેજસ્વી યશસ્વી એવા તે મહાતપસ્વી શ્રી વીર ભગવંતના ચરણકમળની નિરંતર સેવા કરતાં કરતાં ગીતાર્થ થયા ત્યારપછી તે સાધુ સાથે પૃથ્વીમાં વિહાર કરતા હતા.
આ બાજુ વિસ્તાર પામેલા નવયૌવનવાળા મનહર રૂપાળો રણસિંહ ખેતરની સારસંભાળ કરતો હતો. ગામની નજીકમાં ખેતરની સામે શ્રી પાર્શ્વનાથ ભગવંતનું એક જિનમંદિર હતું, જેનું રક્ષણ એક યક્ષ કરતે હતે.
જે મંદિર, પાટણના બજાર જેવું, તુલા-સહિત ધાન્ય-સહિત, પુષ્પમાલા-સહિત હાથીના કુંભસ્થળવાળું, શ્રેષ્ઠ સકલ શાલિવાળું શોભતું હતું. નિપુણ શિલ્પીએ અનેક કારીગરીવાળું જિનમંદિર બનાવ્યું હતું, જેના શિખર ઉપર કળશ અને ધજાદંડ શોભતા હતા. દરરોજ વિજયપુર નગરમાંથી ધાર્મિક લોકો આવી અભિષેક, વિલેપન, પુષ્પપૂજા, નાટક કરતા હતા. તેમાં વિવિધ પ્રકારનાં ચિત્રામણે હતા. વળી ઘસેલી નિર્મલ કાંતિવાળી ભિત્તિમાં યાત્રા માટે આવેલા લોકોના પ્રતિબિંબ દેખાતાં હતાં. નિર્ધનને ધન, દુઃખીને સુખ, દુર્ભાગીને સૌભાગ્ય, અપુત્રિયાને પુત્ર નમશકાર કરનારને હંમેશાં પ્રાપ્ત થતા હતા. ખેતર ખેડવાના લાગેલા થાકને દૂર કરવા માટે અને કેળના શીતળ ગૃહ સમાન તે તીર્થસ્થાનમાં રણસિંહ આવી પહોંચ્યો. પ્રતિમાનું અવલોકન કરતો એટલામાં ત્યાં રહેલા હતા, તેટલામાં નિર્મલ કલહંસના યુગલ સરખા બે ચારણ મુનિઓ આવી પહોંચ્યા. ભગવંતને વંદન કરીને જેટલામાં મુનિઓ જતા હતા, તેટલામાં પુરુષસિંહ સરખા રકૃસિંહકુમારે તેમને અભિવંદન કર્યું, એટલે મુનિ
"Aho Shrutgyanam