________________
અવંતિસુકુમાવની કથા
[ ૨૯૫ ] અવંતિસુકમાલની કથા કહે છે–
અહિ અવંતી નામની નગરી હતી, તેમાં ઉંચા શિખરવાળા મનહર મંદિર શોભતાં હતાં. તેમાં વળી સારી રીતે નૃત્યાદિક મહોત્સવ પ્રવર્તતા હતા. જે નગરના ચૌટા, ચોક, ચાર માર્ગો, હાટ વગેરે સ્થળોમાં મનહર શબ્દ કરતી સુવર્ણની સેંકડો ઘુઘરીઓવાળી પવનથી લહેરાતી પહલવવાળી જાણે “સવ નગરોથી હું ચડિયાતી છું’ એમ વજ પટો વડે જાણે બીજાને તિરસ્કારતી ન હોય!
જ્યાં દ્વાર પર શ્રેષ્ઠ સેનાના કલશે દીપી રહ્યા છે, જ્યાં પસરતાં નેત્રોની કીકીઓ દીપી રહી છે, બહુ પ્રતાપવાળી જે નગરી જેતી છતી અનુરાગી ચિત્તવાળા પ્રત્યે હાવ-ભાવ કરતી હોય તેવી જાય છે.
જ્યાં ઘરે, દ્વારે, હાટે સેતુ છે. સૂરિઓના પ્રભાવે પ્રભાવિત છે, તેમાં બ્રાતિ નથી, પિતાપિતાના માર્ગમાં લાગેલાં પ્રસરેલા પ્રભાવ વડે સમગ્ર દર્શને ગૌરવિત થાય છે.
જ્યાં આગળ ઊંચા કિલ્લાના મનોહર તલ ભાગમાં હંમેશા સિદ્ધા-નદીનો પ્રવાહ વહી રહે છે, ત્રિભુવનમાં પ્રસિદ્ધ એવી જાણે સાચી ખાઈ હોય એવા લૌકિક કલિકાળનું પ્રશસ્ત તીર્થસ્થાન હતું. ત્યાં આગળ જંગમતીર્થ–સ્વરૂપ ઉત્તમ હસ્તિ સમાન એવા શ્રી આર્ય સુહસ્તિસૂરિ કે જેઓ અખંડિત સ્થિર દશ પૂર્વને ધારણ કરનાર હતા. તેઓ અનિશ્ચિત સુખ--પૂર્વક વિહાર કરતા કરતા અહિં આવી પહોંચ્યા. જીવિત સ્વામીની પ્રતિમાના ચરણ-કમળમાં આવી સુખ-પૂર્વક વંદના કરી. ત્યારપછી આચાર્ય ભગવંતે એક મુનિયુગલને નગરમાં સાધુઓને ઉતરવા યોગ્ય વસતિની તપાસ કરવા માટે મોકલ્યા.
સામંત, મંત્રી, સાર્થવાહને ત્યાં વસતિની તપાસ કરતા ભદ્રા નામની સાર્થવાહીને -ત્યાં ગયા અને આચાર્ય ભગવંતે અમને મોકલ્યા છે, તે વસતિ આપે. તેને મોટા પ્રમાણવાળું સાધુને ઉતવા સ્થાન આપ્યું. આર્ય સુહતિ સ્વામી તમારા પર ઉપકાર કશે, માટે તમો તે લાભ લે એમ કહ્યું, એટલે વગર-વપરાશની મોટી યાનશાળા છે. - બંને સાધુઓને તે ત્રસ, પ્રાણુ, બીજ, પશુ, નપુંસક આદિથી રહિત, ઘણું વિશાળ - વસતિ આપીને તે ચાલી ગઈ. ત્યારપછી તે સંઘાટકે આવી સર્વ હકીકત જણાવી
એટલે ઉત્તમહતિ જેવી શુભગતિવાળા આર્ય સુહસ્તિસૂરિ સર્વ પરિવાર સહિત ભદ્રા -શેઠાણીને ઘરે આવ્યા. ઉત્તમ સંયમ અને શુદ્ધમતિવાળા તેઓએ વસતિની અનુજ્ઞા મેળવી.
સાર્થવાહી ભદ્રા શેઠાણીને કામદેવ સમાન કાંતિવાળ તરુણ તરુણુઓના મનને -મોહ પમાડનાર, જેના યૌવનને દેખીને તેવા શ્રેષ્ઠ મનહર યૌવનની અભિલાષા કરા-વનાર, મહાસરોવરની સેવાલ સમાન અતિશય કેમલ સૌભાગ્યવાળો, જેમ સરોવરમાં
"Aho Shrutgyanam