________________
{ ૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ જો કે આ ઉપદેશમાળા ઉપર બીજી સુંદર વૃત્તિ-ટીકા હેવા છતાં પણ નિબુદ્ધિ હું નવીન વૃત્તિની રચના કરું છું. કારણ કે વિશેષ પ્રકારની નવીન કથાના રસિક માટે યત્ન કરવાના વેગને હું રોકી શકતું નથી. ૫ - તેમાં શરૂ કરતાં પહેલાં મંગલ, અભિધેય વગેરે પ્રતિપાદન કરવા માટે પ્રથમ ગાથા કહે છે –
नमिऊण जिणवरिंदे, इंद-नरिंदच्चिए तिलोअगुरू ।
उवएसमालामिणमो बुच्छामि गुरूवएसेणं ॥१॥ અહિં પ્રથમ અધ ગાથા દ્વારા આરંભ કરેલા કાર્યની નિર્વિદને સમાપ્તિ થાય તે માટે ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવારૂપ મંગલ અને પાછલી અર્ધી ગાથા દ્વારા અધ્યયન કરનાર, શ્રવણ કરનાર અને વ્યાખ્યા કરનારની પ્રવૃત્તિ માટે ગ્રંથનું નામ અને સંબંધ સાક્ષાત કહેલ છે અને ગ્રંથ કરવાનું પ્રયોજન સામર્થ્યથી જણાવશે. છૂટા છૂટાં પદોની વ્યાખ્યા કરવાથી યથાર્થ અર્થ સમજાવી શકાય, તે માટે હવે અર્થની વિસ્તૃત વ્યાખ્યા કહેવાય છે. રાગાદિક શત્રુને જિતનાર હોવાથી જિને, છક્વસ્થ વીતરાગ બારમાં ગુરુસ્થાનકે પહેલા પણ “જિન” કહેવાય. માટે કેવલી એવા જિન ગ્રહણ કરવા માટે “વર' શબ્દ ગ્રહણ કર્યો. જિનેમાં શ્રેષ્ઠ તે જિનવશે. સામાન્ય કેવલીઓને પણ જિનવર કહી શકાય. તે માટે જિનવરોમાં પણ ઇન્દ્ર એટલે જિનપણું કેવલીપણું હોવા છતાં તે સાથે તીર્થકર નામકર્મરૂપ શ્રેષ્ઠ એશ્વર્યવાળા, તેમને નમસ્કાર કરીને, ૩૨ કે ૬૪ સંખ્યાવાળા -ઈન્દ્રો અને મહારાજાએ વડે પૂજા પામેલા, કેવલજ્ઞાનના પ્રભાવથી ત્રણે લોકના તમામ પદાર્થોને યથાર્થ જાણીને યથાર્થ રીતે કહેનાર હોવાથી ત્રણે લેકના ગુરુ. આમ કથન કરવા દ્વારા ભગવંતના જ્ઞાનાતિશય અને વચનાતિશય જણાવ્યા. “જિનવરેન્દ્ર પર કહેવા દ્વારા અપાયા પગમાતિશય અને “ઇન્દ્રનરેન્દ્રાચિંત” પદથી પૂજાતિશય જણાવ્યું. આવી રીતે જિનેશ્વર ભગવંતના ચાર મૂળ અતિશય જણાવ્યા. અતિશયેનું કીર્તન કરવું, તે ભગવંતની સ્તુતિ જ કહેવાય. ઉપદેશો-આત્માને હિતકારી એવાં વાકોના શ્રેણી–પરંપરાને હું કહીશ. જે માટે કહેલું છે કે- “ અંતેષને પિષણ કરનાર, કરેલા અપરાધોનું શોષણ કરનાર, ફલેશને દૂર કરનાર, માનસિક સંતાપને લોપ કરનાર, પ્રશમરસમાં પ્રવેશ કરાવનાર, છેવટે સિદ્ધિસામ્રાજય અપાવનાર હોય તે તે સદ્દગુરુને હિત પદેશ છે.” આ ઉપદેશમાળા હું મારી સ્વતંત્ર બુદ્ધિથી કહેતો નથી, પરંતુ તીર્થકર ભગવંતના ઉપદેશને અનુસરીને જ કહીશ. અહીં કહેવા યોગ્ય હિતકારી ઉપદેશનાં વચનોની માલા, તે ઉપદેશમાલા, તે જણાવીને કતએ નામને નિર્દેશ કર્યો. તે સાથે કર્તાએ સામર્થ્યથી પોપકારનું નજીકનું પ્રજને જણાવ્યું. શ્રોતાને તે ઉપદેશ દ્વારા આ લેક અને પરલોકના હિતકારી પદાર્થની પ્રાપ્તિ, બંનેને પરંપર પ્રયોજન તે મફળની પ્રાપ્તિ. પરોપકાર અને હિતાર્થની પ્રાપ્તિ તે પરંપરાએ છેવટનું મોત
"Aho Shrutgyanam