________________
* શ ! श्री वर्धमानस्वामिने नमः । श्री देवसूरिगुरुपादुकाभ्यो नमः । શ્રી વિરવિભુ-હસ્તદીક્ષિત-શ્રી ધર્મદાસ ગણિવરપ્રણીતા શ્રી રત્નપ્રભસૂરિકૃત “ઘટ્ટી” વિખ્યાત-વિશેષ-વૃત્તિ અલંકૃતા
શ્રી ઉપદેશમાલાનો ગૂર્જરાનુવાદ
ટીકાકારનું પ્રથમ મંગલ
જે જિનેશ્વર ભગવંતરૂપ રંટના સચોટ ઉપદેશ શ્રેણીએ પ્રગટ કરેલ ધ્યાનરૂપી ઘડાઓની શ્રેણીઓ વડે સંસારરૂપ ફૂપમાંથી ભવ્યાત્મારૂપ જળ (જડ)ની ઉરચ ગતિ થાય છે, તે જિન તમારું રક્ષણ કરો. ૧
રાગાદિક શત્રુઓનો નાશ કરવામાં સમર્થ, કેવલજ્ઞાન લક્ષમીથી અલંકૃત, દેવેબ્દોના સમૂહથી પૂજિત, પૂર્વાપર–અવિરોધી અને યથાર્થ વચન બોલનારા, શ્રી ઋષભદેવ ભગવંત તેમ જ વર્તમાન તીર્થના અધિપતિ શ્રી વર્ધમાનસ્વામી હમેશાં અમારું કલ્યાણ કરનારા થાઓ. ૨
પ્રવચનામૃતનું વારંવાર પાન કરનારને અત્યન્ત પ્રીતિ કરાવનાર પંડિત પુરુષની કિર્તિરૂપ વેલડીઓના વનમાં સ્વૈર વિચરનાર, નવીન નવીન નવરસ વડે ઈચ્છિત મનેરથાને પૂર્ણ કરનાર, મારા સરખા બાળ વસને અત્યંત પ્રમોદ પમાડનાર એવી (મારા ગુરુ મહારાજ ) દેવસૂરિની સુંદર વાણીરૂપી કામધેનુ જગતમાં જયવંતી વર્તે છે. ૩
નિર્મલ સિહાંતરૂપી ધુરાને ધારણ કરનાર, સંસારની નિઃસારતાને નિશ્ચય કરાવનાર, વિશાળ અમૃતસાગર સરખી એવી આ “ઉપદેશમાળા' પુણ્યને પ્રબળ યોગ થાય, ત્યારે જ શ્રદ્ધાળુ ભવ્યાત્મા પ્રાપ્ત કરી શકે છે. ૪
"Aho Shrutgyanam