________________
( ૨૮૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ અજ્ઞાનતપનું ફળ અલ્પ કેમ કહેવાય છે તેના સમાધાનમાં જણાવે છે કે, નદી આદિ સચિત્ત-અણગળ પાણીમાં મિક્ષાને પ્રક્ષાલન કરવી, તેમાં છ કાયના જીવની વિરાધના થતી હોવાથી, વળી તે દીક્ષા, કૃતિ, સમૃતિ વગેર હિસાશાસ્ત્રોએ ઉપદેશેલી હોવાથી. તે જ વાત કહે છે.
छज्जीवकाय-वहगा हिंसग-सत्थाई उवइसति पुणो । सुबहुं पि तव-किलेसो, बालतवस्सीण अप्पफलो ॥८२ ।। परियच्छंति अ सव्वं, जहट्ठियं अवितहं असंदिद्धं । तो जिणक्यण-विहिन्नू , सहति बहुअस्स बहुआई ॥ ८३ ।। जो जस्स बट्टए हियए, सो तं ठावेइ सुंदरसहावं ।
वग्धी छावं जगणी, भई सोमं च मन्नेइ ॥ ८४ ॥ પૃથ્વિી આદિ છ જવનિકાયની પિતે હિંસા કરનારા અને બીજાઓને પણ હિંસક શાસ્ત્રોને ઉપદેશ આપીને જીવહિંસા-ગર્ભિત અર્થવાળા વેદાદિ-યજ્ઞાદિનો ઉપદેશ કરનારા પુનર શબ્દથી સર્વજ્ઞ--શાસનથી પરામુખ એવા લેકોએ ઘણે જ આકરા લાંબાકાળ સુધી તપ કર્યો હોય, તે તે અજ્ઞાન–બાલ તપસ્યા હોવાથી તામયિતાપસની જેમ અપફલવાળો અથવા સંસારરૂપ અનિષ્ટ ફલ આપનાર હોવાથી નિષ્ફલ પણ થાય, (૮૨) હવે અજ્ઞાની લો કે કદાચ ક્રોધ કરે, કટુ વચને સંભળાવે, તે સાધુ તેમના પ્રત્યે ક્ષમા રાખે, તે ઉપદેશ આપતા કહે છે –
જિનવચન-વિધિના જાણકાર એવા સાધુઓ ઘણાઓનાં અનેક દુર્વચન સમતાભાવે સામાની ભાવાતુકંપ કરવા પૂર્વક સહન કરી લે છે. કારણ કે, તેઓ જીવાદિક પદાર્થોનું સ્વરૂપ યથાસ્થિત સમજેલા છે. યથાસ્થિત કોને કહેવાય, તેનું સ્પષ્ટીકરણ કરતા કહે છે કે– અવિતથ એટલે છીપમાં તડકો પડવાથી ચાંદીનું વિપરીત જ્ઞાન થાય, તેવું ભ્રમવાળું જ્ઞાન નહીં, પણ જે રૂપે હોય તેવું જ જ્ઞાન, અસંદિગ્ધ એટલે રાત્રે ઠુંડું દેખે, તેમાં આ પુરુષ હશે કે ચાડિયે તેવું સંદેલવાળું અજ્ઞાન નહિ, તે અસંદિગ્ધ જ્ઞાન કહેવાય—એમ ભાવાર્થ સમજવો.
કોઈ ઉપદ્રવ કરે, કે દુર્વચન સંભળાવે. ત્યારે સાધુ એમ વિચારે કે, “સ જો પિતે કરેલા કર્મના ફળ-વિપાકો ભોગવે છે. કોઈ અપરાધ કરે, કે ફાયદો કરે તેમાં બીજે માત્ર નિમિત્તરૂપ કારણ બને છે.” અથતુ સુખ-દુઃખમાં ઉપાદાનકા, હોય, તે પિતાનાં જ કરેલાં શુભ કે અશુભ કર્મ છે. અપરાધ કે ગુણ કરનાર બીજે માત્ર નિમિત્તકા બને છે.
સમજુ આત્મા નિમિત્ત ઉપર ક્રોધ કરૂં નથી, વગેર. જિન-વચનથી ભાવિત
"Aho Shrutgyanam