________________
[ ર૬૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ પ્રાત કાલે નંદરાજા અને મંત્રી ગયા, એટલે સ્તુતિ કરતો દેખાયો. ત્યારપછી ગંગાજળમાં ડૂબકી મારી. સ્તુતિ પૂર્ણ થયા પછી તે યંત્રને (૨૫) હાથ અને પગથી વારંવાર લાંબા વખત સુધી ઠોકે છે, તે પણ કંઈ આપતી નથી. તે સમયે વરરુચિ અત્યંત વિલખે થયે, શરમાઈ ગયે. ત્યારે વરરુચિની પટકળા શકટાલ મંત્રીએ પ્રગટ કરી અને રાજાને સોનામહોરની પિોટલી બતાવી. રાજાએ તેનું હાસ્ય કર્યું, એટલે તે વરરુચિ મંત્રી ઉપર કપ પામ્યો. ચિંતવવા લાગે કે-“પગ ટેકવાથી અપમાન પામેલી ધૂળ પણ પિતાનું સ્થાન છોડીને ઉડીને મસ્તક ઉપર ચડી બેસે છે, તે અપમાન પામેલા પ્રાણ કરતાં જડ રજ એટલે ધૂળ સારી ગણાય.”
હવે વરરુચિ શકટાલનાં છિદ્ર ખોળવા લાગ્યા. હવે શકટાલ મંત્રી શ્રીયક પુત્રના. વિવાહ કરવાની ઈચ્છાથી રાજાને ભેટ આપવા લાયક વિવિધ પ્રકારનાં આયુધ ગુપ્તપણે તૈયાર કરાવતું હતું. મંત્રીની દાસીને લાલચ આપી, એટલે વરુચિને મંત્રીના ઘરની કેટલીક વાતો મળી ગઈ. છિદ્ર મળી ગયું, એટલે બાળકોને લાડુ વગેરથી લોભાવી એવા પ્રકારનું શીખવ્યું અને તે છોકરાઓ પાસે ત્રણ રસ્તા, ચાર રસ્તા, ચૌટા વગેરે પ્રસિદ્ધ લોકો એકઠા થવાના સ્થાને બોલાવાવ્યું કે-“આ શકટાલ જે કાર્ય કરી રહેલ છે, તે લોકો જાણતા નથી, નંદરાજાને મરાવીને શ્રીયક પુત્રને રાજગાદી ઉપર બેસારશે.” કપક આ વાત રાજાએ સાંભળી, ગુપ્ત મનુષ્યો પાસે મંત્રીના. ઘરે તપાસ કરાવી.
ગુપ્તપણે હથિયારો ઘડાતાં દેખીને તરત રાજાને વાત જણાવી. મંત્રી ઉપર કોપાયમાન થએલે રાજા જ્યારે સેવા માટે મંત્રી ગયા અને પગમાં પડયો, ત્યારે રાજાએ મુખ ફેરવી નાખ્યું. “હું રાજાને સારી રીતે માન્ય છું'—એમ ધારીને કદાપિ શાજાના ઉપર વિશ્વાસ ન રાખવો. કૂવાના પ્રાન્ત-છેડાના ભાગમાં–કાંઠાના ભાગમાં સારી રીતે ચાલવા સરખું સમજવું. કયે વખતે પગ લપસી પડે, તેને પત્ત નથી, તેમ રાજા કયારે કોપાયમાન થાય, તેની ખબર પડતી નથી.”
કોપાયમાન થએલા નંદરાજાને જણને શકટાલ ઘરે જઈને શ્રીયકને કહે છે કે, “હે પુત્ર! જે હું મૃત્યુ નહિં પામીશ તે, રાજા આખા કુટુંબને મારી નાખશે, માટે હે વત્સ! જયારે હું રાજાના પગમાં પડવા જાઉં, ત્યારે નિઃશંકપણે મને તાર મારી નાખો.” તે શ્રીયકે પિતાના કાનના છિદ્રમાં અંગુલી નાખી સાંભળવાનું બંધ કર્યું. શકટાલે કહ્યું કે, “તાર પિતૃહત્યાને ભય ન રાખવે, કારણ કે માર્યા પહેલાં હું મુખમાં તાલપુટ ઝેર ખાઈ લઈશ, માટે રાજાના પગમાં પડું તે સમયે તું મને શંકા વગર મારી નાખજે.” | સર્વ કુટુંબના વિનાશથી બચવા માટે શ્રીયકે અનિચ્છાએ પિતાનું વચન વીકાર્યું. તે જ પ્રમાણે રાજાના પગમાં મંત્રી પડતાં જ તેનું મસ્તક તરવારથી રાજા
"Aho Shrutgyanam