________________
સ્થૂલભદ્રમુનિની કથા
[[ ૨૬૧ ] ‘તાર જે કાર્ય હોય તે જણાવ.” એટલે વરરુચિને કહ્યું કે, “મંત્રીવર કોઈ પ્રકાર મા કહેતાં કાવ્યોની પ્રશંસા કરે તેમ કહેવું.
આ વાત સ્વીકારી મંત્રીને કહ્યું કે, “વરરુચિનાં કાવ્યોની પ્રશંસા કેમ કરતા નથી?' મંત્રીએ પ્રત્યુત્તર આપ્યું કે, મિથ્યાષ્ટિની પ્રશંસા હું કેવી રીતે કરી શકું? વારંવાર પનીએ પ્રેરણા કરવાથી તેની વાત સ્વીકારી અને મંત્રીએ રાજા પાસે જ્યારે તે કા બેલત હતું, ત્યારે કહ્યું કે, “સારા લોકો મા.” એટલે રાજાએ તેને ૧૦૮ સોનામહેરે અપાવી. હમેશની તેને આટલી આવક થઈ.
રાજભંડારમાં અર્થને નાશ થતે દેખી પ્રધાને કોઈ વખતે કહ્યું કે, “હે દેવ ! આને કેમ આપ્યા કરો છો ?” તે પ્રશંસા કરી હતી, તેથી. શકટાલે કહ્યું કે, નવા
કોની રચના કરે તેને લોકો કાવ્ય કહે છે, તેથી મેં તેની પ્રશંસા કરી હતી, રાજાએ પૂછયું કે આ નવા કેમ નથી? મંત્રીએ કહ્યું કે, “આ લોકો તે મારી સવ પુત્રીઓ પણ બોલી જશે. ત્યારપછી ઉચિત સમયે ક બોલવા માટે વપરુચિ વિપ્ર આવી પહો . એક પડદાની અંદર મંત્રીએ પોતાની સાતે પુત્રીઓ બેસારી શખી. યક્ષાએ પ્રથમ વખત તેની પાસેથી સાંભળી લોકો યાદ રાખ્યા.
ત્યારપછી યક્ષા રાજાની પાસે અખલિત ઉપચારથી તે જ પ્રમાણે બાલી ગઈ. એટલે બીજી પુત્રીએ બે વખત સાંભળ્યા, એટલે તેને યાદ રહી ગયા. તે પણ તે પ્રમાણે બોલી ગઈ, ત્રીજીએ એ પ્રમાણે ત્રણ વખત સાંભળ્યું, એટલે કાળે આવી ગયાં. એ પ્રમાણે બાકીની પુત્રીઓએ પણ એક એક વૃદ્ધિએ સાંભળતાં યાદ રાખી ઓલી સંભળાવ્યું. એટલે રાજાએ કોપ પામી, તેનું દરવાજામાં પ્રવેશ કશ્વાનું પણ બંધ કરાવ્યું. ત્યારપછી તે વરરુચિ યંત્રપ્રયોગથી ગંગામાં રાત્રે સેનામહ સ્થાપન કરી રાખે છે, પ્રભાતકાળે ગંગાની સ્તુતિ કરી તેની પાસે માગણી કરે, એટલે તે પગથી યંત્ર ઠોકે અને સેનામહેરની પિટલી બહાર નીકળે, તે ગ્રહણ કરે.
લેક આગળ પિતાના ચમત્કારની વાત કરે કે, “મેં ગંગાની સુંદર શ્લોકોથી સ્તુતિ કરી, એટલે તુષ્ટ થએલી માતા મને સેનામહોરો આપે છે. કાળાંતરે રાજાએ આ વાત પ્રધાનને કહી. મંત્રીએ કહ્યું કે, “હે દેવ ! મારી સમક્ષ તે દેવતા આપે તે સત્ય માનું. આપણે પ્રભાતે ગંગા નદીએ જઈએ.” રાજાએ તે વાત કબૂલ કરી. હવે મંત્રીએ સંધ્યાએ પોતાના વિશ્વાસુ માણસને મોકલીને આજ્ઞા કરી કે, “ગંગા નદીએ જઈને એક સ્થાનમાં છૂપાઈ રહે છે અને વરરુચિ જળમાં કંઈ સ્થાપન કરે, તે લઈને છે ભદ્ર! તું મને અર્પણ કરજે.” પેલે મનુષ્ય ત્યાં ગયા અને સોનામહોરની પિોટલી ત્યાં સ્થાપી હતી, તે લાવીને આપી.
"Aho Shrutgyanam