________________
વજ મુનિની કથા
[ ૨૪૧ } જીવન દરમ્યાન કરેલા દોષોની અને પાપોની આલોચના પૂર્વક સાધુઓએ અનશન અંગીકાર કર્યું. મેરુની જેમ અડોલ બની મોટી શિલાઓ ઉપર તેઓ બેસી ગયા. જે. કે, પહેલાં વાસ્વામીએ એક બાલશિયને અનશન કરતાં રોક હતો. આજે પણ તેને કહ્યું કે, “હે વત્સ! તું આ જ નગરમાં રોકાઈ જા. તે પણ ન રકાતાં એક ગામની અંદર તેને પાછા વાળીને સ્થવિર પર્વત ઉપર ગયા. તે બાલમુનિ પણ તેમની પાછળ પાછળ પાછા આવ્યા અને પિલા સાધુઓ ન દેખે તેવી રીતે પર્વતની તળેટીમાં અનશન સ્વીકારીને બેસી ગયા.
“મને અનશનમાં દેખીને અનશની સાધુઓને અસમાપિ ન થાવ એમ માનીને તેમને દર્શન આપતા નથી. ઉનાળાના દિવસેના મધ્યભાગના સમયે મહાશિલાઓ ખૂબ તપેલી હોવાથી તેમાં બેઠેલા તે માખણના પિંડની માફક ક્ષણવારમાં ઓગળી ગયા અર્થાત્ પંચત્વ પામ્યા. બાલમુનિ સમાધિમરણ પામ્યા, એટલે તે સ્થળે દેવતાશાએ આવીને આનંદપૂર્વક વાજિત્રાના શબ્દો સહિત તેમનો મહોત્સવ કર્યો.
- બાલમુનિના સમાચાર સાંભળીને ઉપર ગયેલા મુનિએ મનમાં ચમત્કાર પામ્યા કે, આવા આલમુનિએ ઉત્તમ સમાધિમરણની જલ્દી સાધના કરી લીધી તે મુનિઓ અમણે સંવેગ પામ્યા અને વિશેષ શ્રદ્ધાવાળા થયા. તે કારણે દઢ ધ્યાન અને નિર્મલ મનથી એમ વિચારવા લાગ્યા કે-“જો આવા બાલમુનિએ પણ સાધુધર્મમાં પરમાર્થશ્રત સમાધિ-મરની સાધના કરી, તે લાંબાકાળથી પાળેલી પ્રવ્રયાવાળા આપણે. હત્તમાર્થ કેમ ન સાધી શકીએ? પર્વત ઉપર કઈક પ્રત્યેનીક દેવતા શ્રાવિકાનું રૂપ વિકર્વીને ઉપસર્ગ કરવા લાગી. આગળ રહીને કહેવા લાગી કે, “હે પ્રભુ! કૃપા કરીને તેમાં સર્વે મુનિએ પારણું કરો અને આ ખાજા, પુડલા વગેરે મનોહર ભજન વાપરો. “આપ અહિં રહેવાથી આ ક્ષેત્રપાળ દેવતાને અપ્રીતિ થાય છે એમ મારીને તે પર્વતનો ત્યાગ કરીને સેંકડો મુનિ પરિવાર સાથે નજીકના બીજા પર્વત. ઉ૫ર ચડ્યા.
દરેક મુનિવરોએ ત્યાંના ત્રદેવતા માટે કાઉસ્સગ કર્યો એટલે પ્રત્યક્ષ થઈને તે દેવતાએ સર્વ સાધુને વંદન કરીને કહ્યું કે, “હે મુનિવરો ! આપ સર્વે નિર્વિદને જલ્દીથી ઉત્તમાર્થ–અંતિમ સાધના અહિં જ કરે. આપ મહાત્માઓએ અહિં પધારી, મારા ઉપર મહાઉપકાર કર્યો છે.” શ્રી વાસવામી મુનિ કુંજર અને બીજા અન્ય સાધુ-- એ યથાયોગ્ય મોટી શિલાઓ ઉપર બેસીને પાદપપગમન અનશન કર્યું.
જ્ઞાન અને યાનના નિષિરૂપ વાસ્વામી અને સર્વે અનશન કરનાર મુનિવરોને. અતિમહમાની રથમાં બેઠેલા ઈન્દ્ર તેમને પ્રદક્ષિણા આપી વંદના કરી. તે સમયે તે થવડે વૃક્ષોના શિખરે વામન થઈ ગયાં, તે આજે પણ તે પર્વત ઉપર તે જ પ્રમાણે નીચાં વૃક્ષો દેખાય છે. લોકોએ તેને ગુણનિષ્પન્ન થાવતગિરિ એવું નામ પાડયું,
"Aho Shrutgyanam'