________________
૨ ૨૪૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ ઔષધ લેવા માટે સાધુએ સૂઠનો ગાંઠિયે આપે. ભાજન પછી ખાવા માટે કાન ઉપર સ્થાપન કર્યો, પરંતુ તે ખાવાને ભૂલી ગયા.
સાંજના પ્રતિક્રમણમાં મુહપત્તિનું પ્રતિલેખન કરતા સૂંઠ આગળ પડી, ત્યારે ઉપગ આવ્યો કે, “ આગળ કઈ વખત ન થયેલે એ મને ભૂલવાનો પ્રમાદ થયો. આ સંયમમાં પ્રમાદ કરો એગ્ય ન ગણાય. તો હવે અનશન કરવું–તે હિતાવહ ગણાય. લાંબા કાળથી પાલન કરેલ ઉત્તમ સમ્યફચારિત્રરૂપ દેવકુલિકાના શિખર ઉપર આરાધના-પતાકા ચડાવવી એ હવે મારા માટે ફરજીયાત છે. હવે ભાવમાં બાર વરસની મહાદુકાળ પડવાને છે, એમ જાણીને પ્રભુએ વાસેન નામના શિષ્યને દૂર દૂરના આઘા પ્રદેશમાં મોકલી આપ્યો. વળી તેને કહ્યું કે, “હે વત્સ ! જે દિવસે કયાંઈક લાખના મૂલ્યવાળી રાંધેલી ખીર ભિક્ષામાં પ્રાપ્ત થાય, તે દિવસથી સુકાળ થશે એમ સમજવું.
હવે જયારે ગામ, નગર, શહેર માટી પુરા વગેરે સ્થળોમાં દુકાળ પ્રવ, ત્યારે અન્નની કથા ચાલી ગઈ, ત્યારે અન્યની કથા કેવા પ્રકારની થાય ? ભૂખથી શુષ્ક લેક થતાં જે યુક્ત છે કે, ઘરને આંગણે લેક ભૂખથી શુક થયા. અહf સર્વ લેક રાંધણ ન કરનાર અને નિત્ય આકુલ થયા.
ભિક્ષાચરે શિક્ષાચરોની ભિક્ષા પણ બળાત્કારથી ખૂંચવી લેતા હતા, નગરના માગે, પાડા, શેરીઓમાં માંગ અને હાડપિંજર ઝળતા હતા. માતાએ નાનાં બાળકોને તરુણ પુત્રે વૃદ્ધ માતા-પિતાને ત્યાગ કરતા હતા. માર્ગમાં કરોડો હાડપિંજરાના કર્કશ અણગમતા શબ્દો સંભળાતા હતા.
કેટલાક લોકો રાંધેલા અને કેટલાક કાચા માંસ ખાનારા બની ગયા, ખરેખર તે સમય શ્વાન અને કાગડાઓ માટે અતિસુકાળ બની ગયે. આવા ભયંકર દુકાળમાં ભગવંત પોતાની વિદ્યાના બળથી દરરોજ વગર આપેલ આહાર લાવીને સાધુએને આપતા હતા. સાધુઓને કહ્યું કે, બાર વરસ સુધી આ પ્રમાણે આહતપિંડ ખાવો પડશે, હવે તે ભક્તિવાળા શ્રાવક કુળોમાંથી પણ શિક્ષા પ્રાપ્ત નહિં. “તમને હવે સંયમોથી સ’ એમ માનીને જે તમે આ વગર આપેલ આહતપિંડ ભલે વાપરો, પરંતુ જે રથમની સાપેક્ષતા શખવી હોય તો ભક્તકથાનાં પચ્ચકખાણ કરો અર્થાત્ જીદગી સુધીના આહારનો ત્યાગ કરો. ત્યારે તે સર્વે સાધુએ કહ્યું કે, “હે વામી ! આવા ભોજનથી સર્યું, અનશન વિધિથી અમે અવશ્ય મહાધર્મવરૂપ પંડિતમરણની સાધના કરીશું.'
આરાધના કરવાની અભિલાષાવાળા ૫૦૦ સંયતેના પરિવારથી પરિવારેલા શ્રી વજીસ્વામી સિંહની જેમ એક પર્વત નજીક આવી પહોંચ્યા. ત્યાં ભગવંતે વિશુદ્ધ. સદ્ધર્મની દેશનારૂપ અમૃત-ભેજન પીરસીને સાધુઓને મહાસમાધિમાં સ્થાપન કર્યા
"Aho Shrutgyanam