________________
1 ૨૩૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશનુવાદ ક્ષીરાઝવધિથી કોને મેહને નાશ કરનારી ધર્મકથા કહેવી શરુ કરી. “જે વૈભવ સંસારમાં આપણી નજર ચમક્ષ દેખાઈને તરત નાશ પામવાવાળા છે, વિવિધ સુખ અને દુખે ક્ષણવારમાં પલટાઈ જવાના સ્વભાવવાળાં છે, સંયોગ અને વિયેગ ક્ષણમાં ઉત્પન્ન થઈ નાશ પામવાવાળા છે. આવા પ્રકારના સંસારમાં લગાર પણ સુખ નથી. જે માટે કહેલું છે કે, “કઠોર પવન વડે ચલાયમાન થયેલ કમલપત્રના અગભાગ પર રહેલ જલબિન્દુ સરખું આ જીવતર પણ ચંચળ છે.”
ચંચળ લવંગપત્રની શ્રેણથી અધિક ચપળ નેહપરિણામે છે, નવીન શ્યામમેઘના શિખર પર રહેલ વિજળીના ચમકારા સમાન અતિચંચળ લક્ષમી છે, લોકોના યૌવનના વિલાસે હાથીના કાનના તાડન સરખા અસ્થિર છે. સુખ-દુઃખવરૂપ કમપરિણતિને પ્રતિકાર કરવો અનિવાર્ય છે; તેથી કરીને આ સંસારમાં જિનર્મને છોડીને કોઈ પણ શરયુ નથી. આ જગતમાં માત્ર એક ધર્મ જ વાત્સલ્ય રાખનાર છે, ધર્મથી નિરવદ્ય ધાન્ય અને ધનની પણ પ્રાપ્તિ થાય છે, અતિનિમલ ધર્મના પ્રભાવથી દુર્ગતિનાં તીણ દુઃખે પણ એકાય છે, ધર્મથી નિર્ભ૨ ભોગ-સુખસામગ્રી, પરકમાં દેવલોક અને ધર્મથી પરંપરાએ પ્રશંસનીય ઉત્તમ મોક્ષસુખ થાય છે.”
અમદેશના સાંભળીને નગર સહિત રાજા અત્યંત આકર્ષિત હદયવાળો બને. પિતાના મહેલે પહોંચીને વાસ્વામીના સ્વરૂપની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળીને અંતઃપુરની આ વિસ્મય પામીને રાજાને વિનંતિ કરવા લાગી કે, “હે નાથ અમે પણ તેમના સ્વરૂપને જોવાની ઈચ્છા રાખીએ છીએ. અતિતીવ્ર ભક્તિથી પરવશ મનવાળા રાજાએ સર્વ શણોને તેમનાં દર્શન કરવાની અનુમતિ આપી, એટલે અંતઃપુની રમણીઓ વાસ્વામી પાસે પહોંચી.
અતિશય દર્શનની ઉત્કંઠાવાળી શેઠિપુત્રી પણ આ વૃત્તાન્ત સાંભળીને એકદમ તેમની પાસે જવા આતુર બની. “તેમને જલદી કેમ દેખું” એમ વિચારતી પિતાજીને વિનંતિ કરવા લાગી કે, “હે પિતાજી! સૌભાગીઓમાં શિરોમણિ સમાન એવા વજને જ મને સમર્પણ કરે અથવા મારા જીવતરને જલાંજલિ આપો.” ત્યારપછી સર્વાલંકારથી વિભૂષિત બનેલી અનેક સખીઓથી પરિવરલી અસર ચરખી બની. વળી તેના પિતાએ ક્રેડ સેનયા પણ સાથે લીધા અને ત્યાં પહોંચ્યા, એટલે વાસ્વામીએ વિસ્તાર સહિત ધર્મનું સ્વરૂપ સંભળાવ્યું.
લોકો ધર્મશ્રવણ કરીને કહેવા લાગ્યા કે, માત્ર તેમનું રૂપ અદ્ભુત છે, તેમ નથી, પરંતુ તેમને સવર અને સૌભાગ્ય પણ ચડિયાતા છે, આ ત્રણે જગતમાં આની રૂપલક્ષ્મીને અસુર, સુર, વિદ્યાધર કેઈની સાથે સરખામણી કરી શકાય તેમ નથી. અતિ આના સમાન કેઈનું રૂપ નથી. હવે વાસવામીએ સભાનું માનસ પારખીને તે જ ક્ષણે હજારો પત્રવાળું સુવર્ણકમળ વિકવ્યું અને તેના ઉપર ઉજજવલ ઉદ્યોત
"Aho Shrutgyanam