________________
૨૨૬ }
પ્રા. ઉપશમાવાને ગૂશનવાદ
કુમ-પત્રક નામના અધ્યયનની પ્રરૂપણા કરી. ગૌતમસ્વામી પણ અમ-છ વગેર ઉજ તપ કરવા પૂર્વક હંમેશાં ભગવંતની સાથે વિહાર કરતા કરતા મધ્યમ-પાપ નગરીમાં પહોંચ્યા ત્યાં ભગવંત અને ગૌતમને ચોમાસાના સાત પક્ષે વ્યતીત થયા એટલે ગૌતમના મોહનો વિચ્છેદ કરવા નિમિત્ત કાર્તિક માસની અમાવાસ્યાના દિવસે નજીકના ગામમાં પ્રભુએ તેમને મોકલ્યા અને કહ્યું કે, “હે ગૌતમ! એ ગામમાં અમુક શ્રાવક (દેવશર્મા)ને પ્રતિબોધ કર. ગૌતમસ્વામી ત્યાં પહોંચ્યા એટલે સાંઝ સમય થઈ ગયે એટલે રાત્રે ત્યાં જ નિવાસ કર્યો, પરંતુ રાત્રે દેખ્યું કે દેવતાઓ ઉપર અને નીચે ઉડતા અને ઉતરતા દેખાયા. ઉપગ મૂકશે તે જાણ્યું કે, “આને પ્રભુ નિર્વાણ પામી મોક્ષે ગયા.”
વિરહ થવાના ભયપૂર્ણ મનવાળા ગૌતમસ્વામીએ આજ પહેલાં ચિત્તમાં કોઈ દિવસ ભગવાનના વિરહ દિવસ વિચાર જ કર્યું ન હતું. હવે તે જ ક્ષણે તે વિચારવા લાગ્યા કે, “અરે ! આ ભગવંત તે સનેહ વગરના છે, અથવા જિનેશ્વર એવા વીતરાગ જ હોય છે. સનેહાતુરાગવાળા છ સંસારમાં પડે છે. આવી ભાવના ભાવતાં ભાવતાં ગૌતમપ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, કહેવાય છે કે
ખરેખર! આ મહદયના કારણે ઇન્દ્રભૂતિ ગૌતમને મહાકષ્ટ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ, સ્થૂલભદ્ર સરખા પણ જ્ઞાનને વિકાર પામ્યા, મનકપુત્રની મરણવિધિમાં ચૌદ પૂર્વના હવામી શäભવ પણ દડદડ સતત અશ્રુજળ મૂકવા લાગ્યા, અળરામ સરખા બહાદુર પુરુષે મહિના જ કારણે છ મહિના સુધી ભાઈના શબને વહન કર્યું. આ પ્રમાણે મોહનાં વિચિત્ર રૂપો જગતમાં થાય છે. એવા મહારાજાને નવ ગજના નમસ્કાર થાઓ અર્થાત્ આવા મોહથી સયું. તેમને કેવલિકાલ બાર વરસને હતે. જેવી રીતે ભગવંત વિહાર કરતા હતા, તેવી રીતે અતિશય હિત વિહાર કરતા હતા. ત્યારપછી આર્ય સુધર્માસ્વામીને ગણ સંપીને પિતે સિદ્ધિ પામ્યા. ત્યારપછી તેમને પણ અતુલ્ય કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
આઠ વરર્સ સુધી કેલિપર્યાયમાં વિહાર કરી જંબૂ મુનિને ગણું સમર્પણ કરી તેઓ પણ સિદ્ધિપદને પામ્યા. ભગવંત કાલધર્મ પામવાના કારણે દુભાયેલા દે, અસરો વગેરે મધ્યમ “પાપ”ના બદલે ‘પાપા-નગરી કહેવા લાગ્યા. વી૨ ભાગવંત નિવયુ થયા પછી પાંચ વર્ષમાં કંઈક ન્યૂન સમય થયો ત્યારે જલક દેવતા વિમાનથી થવીને જયાં, જેના પુત્ર તરીકે અને જેની કુક્ષીમાં ઉત્પન્ન થયા, દીuશિક્ષા પામ્યા, અખલિત ચારિત્ર, દશ પૂર્વનું જ્ઞાન, તીર્થની પ્રભાવના કરનાર જેવી રીતે થયા, તે અધિકાર હવે કહીશું.
નવન નામના સંનિવેશમાં અને અવંતિ દેશમાં પિતાની સુંદરતાના કારણે દેવાવિક રૂપવાળા ધનગિરિ નામના શેઠ પુત્ર હતા. બાલ્યકાળમાં જિનેશ્વરના અને
"Aho Shrutgyanam