________________
હરિશમુનિની કથા
[ ૨૧૯ છે રક્ષણ કરે. આ પ્રમાણે તાડન કરતા તમે જ નક્કી મૃત્યુ પામવાના છે. જે તમારે હવે જીવવાનું પ્રયોજન હોય, તે તેમના ચરણમાં પડીને આ મહર્ષિને પ્રસન્ન કરે.”
આ પ્રમાણે ભદ્રાવકે કહેવાએલા તે મુનિને નમસ્કાર કરવા પૂર્વક કહેવા લાગ્યા કે, “હે ભગવંત! અમને ક્ષમા આપે. આ લેકમાં મુનિસિંહ પ્રણામ કરનાર પ્રત્યે વાત્સલ્ય રાખનાર હોય છે. હવે તે મુનિ તેમને કહે છે કે, “સંસારનાં કારણભૂત એવા કોપને કણ અવકાશ આપે? ખાસ કરીને જિનવચન જાણનાર તે કદાપિ કોપને સ્થાન આપે જ નહિં. (૮૦) મારા પ્રત્યે ભક્તિભાવ ધરાવનાર યક્ષે આ ભટ્ટોને આ પ્રમાણે શિક્ષા કરી છે. તે તમે તેને વિનંતિ કરી કહો, જેથી તમને સારા કરે.” લણા પ્રકાર તેવો તેવાં વિધાનપૂર્વક આદર-સહિત સાધુને વારંવાર વિનંતિ કરી, ત્યારે યક્ષે બ્રાહ્મણને સારા કર્યા.
ત્યારપછી મહાભક્તિપૂર્વક તે તપાવીને પ્રતિલાલ્યા, મુનિએ ઘણા ગુણવાળું નિર્દોષ હોવાથી એષણીય તરીકે ગ્રહણ કર્યું. તે સમયે આકાશસ્થળથી એકદમ પાંચ દિવ્ય પ્રગટ થયાં. તેવું આશ્ચર્ય દેખીને અનેક લોકો અભિમાન-રહિત થયા. અમૃતની નીક-માન મુનિની દેશનાથી ઘણા પ્રતિબોધ પામ્યા અને “ભૂમિદેવ” એવું બ્રાહાણનું નામ સાર્થક કર્યું. (૮૫).
હરિકેશ મુનિની કથા પૂર્ણ થઈ. (૪૪) માટે કુલ પ્રધાન નથી, પરંતુ ગુણે પ્રધાન છે. કહેવું છે કે – “જે માણસમાં ગુણ નથી, પછી કુનું શું પ્રયોજન ? જે કે, ગુણીઓને કુલનું પણ પ્રયોજન છે. શુ હિતને નિષ્કલંક કુલ હય, તે પણ મોટું કલંક છે. (૮૬) તેમ જ –
કાદવમાંથી કમળ, સમુદ્રમાંથી ચંદ્ર, છાણ (ક)માંથી કમળ, કાષ્ઠમાંથી અગ્નિ, સર્ષની ફણામાંથી મણિ, ગાયના પિત્તથી ગે-રોચન, કૃમિમાંથી રેશમ, પત્થરમાંથી સુવર્ણ, ગાયના લેમથી ફૂવ ઉત્પન્ન થાય છે. આ સર્વ પોતાના ગુણના પ્રભાવથી પ્રકાશિત થાય છે. તે શામાંથી ઉત્પન્ન થાય છે, તેનું શું પ્રયોજન ?” (૮૭)
વળી આ આત્મા નટ માફક જુદાં જુદાં રૂપ-પરાવર્તન કરે છે, તે પછી અહિ કુલના અભિમાનને કર્યું સ્થાન છે? તે કહે છે–
देवो ने 'दउ ति य, कीड पयंगु ति माणुसो वेसो।। रूवस्सी अ विरुवो, सुहभागी दुक्खभागी अ॥ ४५ ॥ राउ त्ति दमगु त्ति य, एस सपागु त्ति एस वेयविऊ ।। सामी दासो पुज्जो, खल त्ति अधणो धइवइ त्ति ॥ ४६ ॥ નર ફુલ્ય વોડર નિયમો, સ-વિજિવિદ્ગ–સિ-પ-fat અનુન-વ-વૈો, નવું પરિયાણ જ છે ક૭ |
"Aho Shrutgyanam