________________
મિ ૨૧૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનુવાદ - સાધુ-હું હંમેશાં હિંસા, જૂઠ, ચેરી, મૈથુન પરિગ્રહોના પાપથી વિરમે છું. શત્રુ-મિત્ર, કાંકરા અને કંચનમાં સમાન ભાવ રાખનારો, અભિમાનરહિત, ગૃહવાસનો ત્યાગ કરેલ છે, જેણે એ ઉદગમ-ઉત્પાદના-એષણાથી શુદ્ધ એવી ભિક્ષા માત્ર ભક્ષણ કરનારો છું, તેથી ઘરે ઘરે ફરતો અહિં આવેલ છું. આ તમે અહિં જે અન્ન પકાવ્યું છે, તે ઘણે ભાગે તમારા પિતાના ઘરના માટે છે, તેમાંથી મને પણ ધર્મ-કાજે હે બ્રાહ્મણોભિક્ષા આપો.
વિપ્રો-“હે શ્રમણ ! જ્યાં સુધી હજુ પ્રથમ અગ્નિમાં તે નાખી નથી, બ્રાહ્મણને ભોજન કર્યું નથી, ત્યાં સુધી શૂદ્રોને આ આપી શકાતું નથી, માટે અહિંથી ચાલતો થા.”
મુનિ-હે બ્રાહ્મણ ! જેમ ફળદ્રુપ ક્ષેત્રમાં વિધિ-સહિત બીજ વાવવામાં આવે, તે તે ફળ આપનાર થાય છે, પરંતુ અગ્નિમાં નાખેલું દાન પિતૃઓને ફળ આપનાર કેવી રીતે થાય ?
મુનિ- બ્રાહ્મણ જાતિમાં જન્મ લેવા માત્રથી વિષ્ટ થતા નથી, તમારા ચરખા હિંસા, જૂઠ, મૈથુનમાં આસક્ત થનાશ પાપી બ્રાહ્મણે કેવી રીતે કહેવાય ? અગ્નિ પણ પાપના કારણભૂત છે. તેમાં સ્થાપન કરેલું પરભવમાં પહોંચેલા પિતાને કેવી રીતે પહોચે અને સુખ કરનાર થાય? અહિં આપેલું તે કેવી રીતે ગ્રહણ કરી શકે?”
આ પ્રમાણે પ્રતિકૂલ જૂઠ પ્રલાપ કરવાના સવભાવવાળા આણે આપણી હલકાઈ કરી છે-એમ માનીને તે સર્વે મુનિને પ્રહાર કરવા માટે દોડયા.
હાથમાં દંડ, ચાબુક, ઢેફાં વગેરે ફેંકવા લાગ્યા, અપમાનના શબ્દો બોલવા લાગ્યા, પરંતુ મુનિના શરીરની રક્ષા કરનાર તે યક્ષે સર્વેને દૂરથી થંભાવી દીધા અને કેટલાકને પકડી લીધા. છેદાએલા વૃક્ષે માફક તેઓ ધરણી પર ઢળી પડ્યા, કેટલાકને તાડન કર્યા, વળી બીજાઓને પ્રહાર મારીને હયા, કેટલાકને મુખથી લોહી વમતા કર્યા. આ ભટ્ટો-ચટ્ટોને ભૂમિ પર આળોટતા દેખીને ભયથી કંપાયમાન હદયવાળી -ભદ્રા રુદ્ર સાથે વાત કરતાં કહેવા લાગી કે, “આ સાધુને ઓળખ્યા કે કેમ? આ તે છે કે, તે વખતે હું સ્વયં વરવા આવી હતી અને મને છોડી દીધી, સિદ્ધિસુંદરીમાં ઉત્કંઠિત મનવાળા તે દેવાંગનાને પણ ઈચ્છતા નથી. | ‘અતિતીવ્ર તપમાં પરાક્રમ કરીને સમગ્ર માનવ અને દેવ-સમુદાયને વશ કરનાર, ત્રણે ભુવનના પ્રાણીઓ જેના ચરણમાં પ્રણામ કરે છે, વિવિધ પ્રકારની અનેક લબ્ધિથી સમૃદ્ધ (૭૫) ક્રોધ, માન, માયા, લોભ, પરિષહ-શત્રુઓ ઉપર જય મળનાર, મહાવવાળા, પાપ-પ્રસરને અંત કરનાર, જેની અનંત થશ-જયોત્સના ફેલાએવી છે, અગ્નિ માફક રૂઠેલાં ધારે તે ભુવનને બાળી મુકે, પ્રસન્ન થાય તે તમારું
"Aho Shrutgyanam