________________
{ ૨૦૪ ]
પ્રા. ઉપદેશમાલા ગૂર્જ રાનવાદ એક વખત એક નાના સાધુ સાથે વિવાદ કરતાં તે હારી ગયે. સાધુ પાસે પ્રવજ્યા અંગીકાર કરી, સારા ગીતાર્થ સાધુના સમાગમથી ધર્મ પરિણમ્યા. પરંતુ મનમાંથી લગાર પણ બ્રાહ્મણુજાતિનું અભિમાન ઓછું કરતો નથી. પૂર્વના ગાઢ પ્રેમાનુરાગવાળી તેની જાય તેની પાસે પ્રવજ્યાને પરિત્યાગ કરાવવા ઈચ્છતી હતી. વૃદ્ધિ પામતા અતિશય મોહવાળી તે પાહિણી પત્ની એ કામણગવાળી ભિક્ષા તયાર કરી અને ગોચરી માટે તેના ઘરે આવેલા તે સાધુને ભિક્ષા વહોરાવી. પેલે સાધુ સમાધિપૂર્વક કાળધર્મ પામી સૌધર્મદેવ થયો. તેની ભાર્યાને અત્યંત વૈરાગ્ય થયા, એટલે પિતાને વૃત્તાન્ત ગુરુને નિવેદન કરી દીક્ષા અંગીકાર કરી. માયાના કારણે જેવી થઈ.
પેલે સૌધર્મદેવ ત્યાંથી રવીને રાજગૃહનગરમાં બનશેઠના ઘરમાં પૂર્વના બ્રાહ્મણ જાતિ-મદના કારણે ચિલાતી નામની દાસીને પુત્ર થયા. લેકેએ તેનું ચિલાતી પુત્ર એવું બીજું ગૌણ નામ પાડયું. પેલી પણ ત્યાંથી રવીને ઘનશેઠની ભાર્યાની કુક્ષીને પાંચ પુત્રો ઉપર પુત્રી થઈ અને સુંસુમાં એવું તેનું નામ સ્થાપન કર્યું. તે બાળકીને સાચવવા-રમાડવા માટે ચિલાતીપુત્રને સેવક તરીકે રાખ્યા. પરંતુ અતિશય કજિયા કરનાર અને ખરાબ ચાલો હોવાથી ધનશેઠે તેને પોતાના મતાધિવાળા ઘરેથી હાંકી કાઢ્યો. જંગલમાં પલ્લી પતિને ત્યાં સાહસિક હોવાથી વડેરો થયા. પહલી પતિ મૃત્યુ પામ્યા પછી તેના સ્થાને તે ચોરોએ તેને સ્થાપ્યા.
એક અવસરે ચારાને તેણે કહ્યું કે, રાજગૃહમાં ધન નામને સાર્થવાહ છે. તેને સુંસુમા નામની પુત્રી છે, તેને ત્યાં ધન પણ પુષ્કળ છે. ધન તમારે લેવું અને સુંસુમા મારે ગ્રહણ કરવી. આજે આપણે ત્યાં ધાડ પાડવા જઈએ.” ચેરાએ એ વાતનો સ્વીકાર કર્યો અને તેઓ રાજગૃહમાં ગયા. અવસ્થાપિની નિદ્રા આપીને તરત તેઓ ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ચેરપતિ ચિલાતી પુત્રે શેઠને હાકલ કરી કે, * પાછળથી કદાચ તું એમ કહે કે અમને ન જણાવ્યું. હું ચોરી કરું છું, માટે તમા પુરુષાર્થ ફેરવજે.” ત્યારપછી સાક્ષાત્ તેઓના દેખતાં જ ચારવા લાયક ધન-માલ અને ગુણરત્નના ભંડારરૂપ સુંસુમાં પુત્રીને ગ્રહણ કરીને બહાર નીકળી ગયા.
ઇચ્છિત પદાર્થ પ્રાપ્ત કરીને ખુશમનવાળો તે પોતાના સ્થાન તરફ પ્રયાણ કરવા લાગ્યો. સૂર્યોદય થયે એટલે પાંચ પુત્રો સહિત મજબૂત કવચ બાંધીને રાજાના સુભટથી પરિવાર તે બનશેઠ પુત્રીના નેહથી એકદમ તેના પગલે પગલે પાછળ જવા લાગ્યો. ધનશે રજસુભટોને કહ્યું કે, મારી પુત્રીને પાછી વાળી લાવે, તે સર્વ ધન તમારુ” એમ કહ્યું એટલે જસુભટે દોડવા લાગ્યા. પાછળ સુભટને આવતા દેખીને ધન મૂકીને ચાર ચાલી ગયા. સુભટો ધન લઈને જેવા આવ્યા હતા, તેવા પાત્ર વળી ગયા.
"Aho Shrutgyanam