________________
[ ૧૭૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ સાવગિલી-“તુ કોણ છે? કયાં અને કયારે તે હજાર સોનામહોરો આપી હતી
તું કોઈ ધૂર્ત જણાય છે કે, અમારા સરખા સાધુને ઠગવા નીકળ્યો લાગે છે?' ચોગરાજ-“હે સ્વામી કેમ આમ બોલો છો ? તમારા કહેવાથી આ મઠિકામાં મેં
મૂક્યા હતા.' સાવગિલી–“પારકા દ્રવ્યને આંગળીના નખથી પણ નહીં અડકનારા અને તે શું
લૂંટારા માન્યા તારી ભક્તિથી સર્યું. જે આવ્યું, તે અહીંથી પાછો નીકળી જા.
એટલે ત્યાંથી ઉભા થયેલે ચિંતા-ચાકડા પર ચડે તે બમણ કરતો કરતો ચાર પુરુષની માળાઓ ખરીદ કરી મકદાઢા વેશ્યા પાસે પહોંચે. આવવાનું પ્રયાજન પૂછ્યું એટલે કહ્યું, એટલે મકરદાઢાએ કહ્યું કે, મેળવેલામાંથી અર્થ દીનાર આપે, તે તારા કાર્યની સિદ્ધિ કરી આપું. ચોગરાજ-સમૂળગું નાશ પામવાનું હોય તે, પંડિત અને ત્યાગ કરે” ––એમ
મનમાં નિર્ણય કરીને વેશ્યાની વાતને સ્વીકાર કર્યો. વેશયાએ તેને કહ્યું કે, હું ત્યાં જાઉં, પછી તારે ત્યાં આવીને આ પ્રમાણે કહેવું. પછી પથરા ભરેલી દશ પેટીઓ દાસીઓના મસ્તક ઉપર ઉચકાવાવી બીજા પણ કેટલાક પગપાળા પરિવાર સાથે સુખાસનમાં બેસી મયૂર-પીંછાનું છત્ર મસ્તકે ધારણ
કરી તે ગણિકા સાવગિરી ગુરુ પાસે આવી પ્રણામ કરીને કહેવા લાગી– કલિરાજ્ય કથામકરદાઢા-“બહુમાયા નામની મારી પુત્રી ઘણા વખતથી ચંપા નગરીએ ગઈ છે, તેથી
તેને બોલાવવા માટે મારે અણધાર્યું જવું છે, તે આ મણિ, મસ્કત, મોતી, માણિક્ય, સુવર્ણ દાગીના આભૂષણ વગેરે કિંમતી રત્નોથી ભરેલી આ દશ પેિટીઓ તમે તમારા સ્થાનમાં હાલ અનામત સાચવી રાખે, જ્યાં સુધી હું પાછી આવું.” આ જ વખતે યાગરાજ આવી પહોંચ્યા અને પ્રણામ કરીને
કહ્યું કે, “હે સ્વામી ! થાપણ તરીકે મૂકેલી મારી હજાર દીનાર પાછી આપે.” સાવગિલી–“તું જાણે જ છે. જ્યાં તે તારા હાથ મૂકયા હોય, ત્યાંથી જ તે જાતે
લઈ લે.” આજ્ઞા થતાં જ મઠિકાના ખૂણામાંથી લઈને પાગરાજ બહાર નીકળ્યો. જેટલામાં દાસીને પેટીઓ મૂકવા તૈયાર થઈ, તેટલામાં એક દાસીએ આવી મકરદાઢાને વધામણી આપી કે, “વામિની! બહુમાયા ગણિકા ઘર આવે ગઈ છે, માટે તરત ઘર ચાલે.” એટલે જેવી આવી હતી, તેવી પેટીએ લઈને આવી. આવેલું દ્રવ્ય ચાલ્યું ગયું અને નવું દ્રવ્ય આવ્યું નહિં, તેથી સાવગિલીને માં ફાટીને પહેલું થયું. માગશરે મકરદાઢાને મહેનતાણા બદલ
"Aho Shrutgyanam