________________
( ૧૪૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજવા
કવા લાગ્યો. તેની પાછળ પાછળ હાથી આવી પહોંચે અને લટકતા એવા તેના મસ્તક ભાગને સુંઢથી રપર્શ કરવા લાગ્યો. કૂવાની અંદર નીચે નજર કરી તો મહાન અજગર દેખાયો. તે કેવો હતો? “આ લટકતો પુરુષ કયારે નીચે પડે અને મારી ભૂખ ભાંગે ?” વળી ચારે દિશામાં નજર કરી તે દરેક દિશામાં વીજળી સરખી ચપળ લપલપ થતી જીભવાળા યમરાજાની ભ્રકુટી-આણ સરખા ચાર કાળા રુપે તેને ડંખવાની ઈચ્છા કરતા હતા, તે વડવાઇના મૂળભાગને સફેદ અને શ્યામ એવા છે ઉંદરો તીણ દાંતથી કરતા હતા, જેથી આને નીચે પડવામાં ડાળીનું શૈથિલ્ય થાય. કોપાયમાન હાથી પિતાના બે દંતૂશળથી વડલાના વૃક્ષને હચમચાવવા લાગે. તે કારણે વૃક્ષ ઉપર લટકતા મધપૂડાની મધમાખે ઉડીને પેલા લટકતા મુસાફરને શરીર ઉપર દુસ્સહ ચટકા ભરવા લાગી.
મધપૂડામાંથી ધીમે ધીમે ટપકતાં મધનાં બિન્દુએથી ખરડાયેલ વેલડી શરીર સાથે ઘસાવા લાગી, એટલે મધના બિન્દુઓ શરીરે લાગ્યાં, અને તે બિન્દુને વારંવાર ઝટઝટ ચાટવા લાગ્યો. ચારે બાજુ ભયની અવસ્થાવાળો તે મૂઢામા મધુબિન્દુના ટ૫કવાથી તે બિન્દુ મસ્તક ઉપરથી નાકની દાંડી પર થઈ હઠ પરથી જીભ ઉપર તેને અ૫ અંશ આવ્યા, ત્યારે કંઈક મધુર વાદને અનુભવ કર્યો. તે સમયે હાથી, અજગર, સ, ઉંદર, મધમાખ વગેરેનાં દુખોને મળના વાદસુખ આગળ તૃણ સમાન ગણવા લાગ્યો. તે વખતે આકાશમાગે ઉડતા કઈ વિદ્યારે તેને કહ્યું કે, “આ સંકટમાંથી તારા ઉદ્ધાર કરી તને નંદનવનમાં લઈ જઈ અનેક ભેગ સામગ્રી આપું.' મધના બિન્દુના વાદમાં લંપટ બને તે શું ત્યાં જાય ખરો? દૃષ્ટાંત-ઉપનય
આ દત વિરાગ્ય ઉત્પન્ન કરવા માટે કહેલું છે. હવે તેને દાણતિક અર્થ કહું છે, તે સાંભળો. જે ત્યાં ભૂલો પડેલે મુસાફર જણાવ્યું, તે ભવમાં ભ્રમણ કરતે આપણે પિતાને જીવ સમજવો. જે અટવી, તે ભાવમાં રહેવું તે. જે હાથી તે યમરાજા-મરણ. જે કુવો તે મનુષ્યજન્મ, જે વડવાઈ તે જીવિત, નીચે અજગર તે નરક અને દુર્ગતિ, જે ચાર સર્પે તે ધાદિ ચાર કષાય, કાળા-ધોળા એ હરે, તે શફલ અને કૃષ્ણ-એક મહિનાના બે પક્ષે, તે ઉદરા જે વડવાઈને દાંતથી કરડીને વડવાઇઓ ઢીલી કરતા હતા, તે શરીરનું વૃદ્ધત્વ થવું અને નબળાઈ આવવી, મધમાખીનાં ટોળાં, તે આધિ-વ્યાધિઓ શરીર લાગેલ વેલીએ સમજવી. નાની
લડી છે, તે પ્રેમ કરનારી વહાલી પ્રિયા છે, તે વિષય-સુખ સમજવું. જે દુખથી હવાર કરી નંદનવનમાં સુખ માટે વિદ્યાધર લઈ જાય છે, તે સંસારને ત્યાગ કરાવી મોક્ષે લઈ જનાર એવા ધર્માચાર્ય સમજવા. આ મધુબિન્દ દષ્ટાન્ત વિચારવું. ‘માટે હે પ્રભવ ! તું કહે કે, દુઃખનો નાશ કરી વિદ્યાધર વડે આપતું સુખ જે ન ઈરછે,
"Aho Shrutgyanam"