________________
( ૧૨૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ સપને ઢધ પાવું, વાઘની આંખ ખેલવી, દુર્જનના ઉપર ઉપકાર કરો-આ ત્રણે તત્કાલ પ્રાણનો અંત કરનાર છે.”
હવે અહિ કઈક સમયે દર દેશાવર દેખવાની ઈચ્છાવાળો એક નિપુણશિલ્પી. ચિત્રકારનો પુત્ર આવે છે. એક ઘરડી ડોસીને ઘરે વાસ કરવા લાગ્યો. ડોસી પોતાના પુત્ર જેટલું જ ગૌરવ અને વાત્સલ્ય તેને બતાવતી હતી. તે વરસે તે સ્થવિરાના પુત્રને વારો આવ્યા, યક્ષને યાત્રાદિવસ આવ્યા, એટલે ચિત્રામણુ કરનાર પિતાના પુત્રનું મૃત્યુ જાણે વૃદ્ધા કરુણ સ્વરથી રુદન કરવા લાગી. ત્યારે આવનાર બીજા ચિત્રકારે પૂછ્યું કે-“હે માતાજી ! આમ આદંદન કરવાનું શું કારણ છે?” એટલે પૂછનારને આ વૃત્તાન્ત જણાવ્યો. તેણે કહ્યું કે-“હે માતાજી! તમે રુદન ન કરો. આ વખતે હું ચિત્રામણ આલેખન કરીશ.” ત્યારે તે વૃદ્ધા તેને કહેવા લાગી કે, “હે વત્સ! તુ તે મારા પુત્ર કરતાં અષિક ગૌરવ કરવા યોગ્ય છે. તે જીવતે છે, તો તે જીવે છે. તું મૃત્યુ પામે તે મારો પુત્ર પણ મટે છે. ફરી ફરી પગમાં પડી પડીને તેણે માતાને મનાવી. ત્યારપછી સ્નાન કરી, સુગંધી પદાર્થોથી શરીરે વિલેપન કરી અતિ પવિત્ર ધોતિયા સહિત, વજાપના અંશથી રહિત એવા રંગો સાથે, પીછી, સાવ, જળ વગેરે તદ્દન નવા અને તાજાં લઈને જેણે સાત આઠ ગો મુખકષ કર્યો છે, ઉપવાસ કરી પગમાં પ્રણામ કરી અન્યક્તિ દ્વારા વિનંતિ કરવા લાગ્યો.
વારિ આપનાર હે મેઘ ! તારું મલિનપણું ભુવનમાં અધિક છે, તારો ગગડાટ આડંબરવાળો છે, જેમના પતિ પ્રવાસી થયા હોય, તેના અક્ષરનો તું વિધિ છે, વિજળી આંખને અપમૃત્યુ સમાન છે, એ તે આપનું બાહ્ય સ્વરૂપ છે. મધ્યમાં તે નૈસર્ગિક (વાભાવિક) અમૃત રહેલું છે, તે ત્રણે જગતને જીવન-ઔષધરૂપ થાય છે.”
ત્યારપછી પવિત્ર ચિત્તવાળો સર્વ પ્રકારનાં બીજા કર્તવ્યોનો ત્યાગ કરીને અ૫ કાળમાં ચિત્રામણ આલેખ્યું. અખંડ ભક્તિ સહિત ૫છી યક્ષ પાસે ક્ષમા માગે છે કે,
મારાથી કઈ અવિધિ-આશાતના થઈ હોય, તો માફ કરવી.” આ પ્રમાણે ચિત્ર ચિતરીને રહ્યો. તેની આશ્ચર્યકારી ભક્તિ દેખીને યક્ષ પ્રત્યક્ષ થયો અને કહ્યું કે, “તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, તે મારી પાસે વરદાન માગ, આણે કહ્યું કે, “તારી કપાથી વરદાનમાં એ માગું છું કે, “હવેથી તારે કોઈ ચિત્રકાર કે નગરલોકને કોઈને ન મારવા.” તેણે કહ્યું કે, તે વાત તે સંશય વગર સિદ્ધ થએલી જ છે. અત્યારે તને ઘણા આનંદથી જીવતે મુકું છું. માટે બીજું વરદાન માગ. ત્યારે તે અતિ તુચ્છ પૂર્વના પુણ્યવાળો જેમાં ચાર વિંજાતા હોય-એવા અશ્વો હાથી કે રાજ્યની માગણે નથી કરતા, સુવર્ણ-મણિની કેટી પણ નથી માગતો, પરંતુ તે કુબુદ્ધિ એવી માગણી કરે છે કે, “જીવ કે અજીવ પદાર્થને કોઈ પણ એક અંશ દેખું, તે તેના આધાર સંપૂર્ણ આખું રૂપ જોયા વગર તે સમમ રૂ૫ ચીતરી શકું.” આવા પ્રકારની
"Aho Shrutyanam