________________
બ્રહ્મદત્ત ચક્રીની કથા
[ ૯૧ ) બદલામાં કાંકરા સરખા વિષય-સુખની અભિલાષા કરી. ચિત્ર મુનિ તેને કહે છે કે, હવે તે આ પ્રમાણે નિયાણું કરી નાખ્યું, તે હજુ પણ તેનું મિચ્છામિ દુક્કડં આપ અને માર્ગમાં આવી જા.”
દુસ્સહ તપ કરવા વડે કરીને તે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે, તેને તે અત્યારે નિયાણાથી અશુભ-પાપાનુબંધી કરી નાખ્યું. હે વત્સ! અતિમહાન તપકોટીમાં તું ચડેલે છે. હવે તું મિથ્યાત્વમાં કેમ જાય છે? બહુમેટા પરથી નીચે પડીશ, તો તે સર્વ અંગને ભંગ પામીશ. વિષયરૂપી વિષના આવેગ અને પાપને નાશ કરનાર હેય તે જિનવચનરૂપ અમૃતપાન છે. એ ઘણું પ્રસિદ્ધ હકીક્ત હોવા છતાં પણ તને નિયાણાનું કારણ થાય છે. આમાં અમે શું કરી શકીએ?” વારંવાર મહતું નિવારણ કરવા છતાં પણ તે મુનિ નિયાણાને છોડતા નથી. કામદેવ વૈરીએ તેને તેમાં ઉત્સાહિત કર્યો. કરેલા અનશનને નિર્વાહ કરીને તે બંને બધુ મુનિએ સૌધર્મ દેવલેકમાં દેવ થયા, ત્યાંથી ચ્યવીને ચિત્રદેવતાને જીવ પુરિમતાલ નગરીમાં શેઠને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. તે સંભૂત મુનિનો જીવ થીને કપિથપુરમાં બ્રહ્મરાજાની ચુલની રાણીના ગર્ભમાં આવ્યા. હાથી, વૃષભાદિક ચૌદ સવથી સૂચિત અતિશય રૂપ–કાંતિવાળા પુત્રને પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ અહિં રાણીએ પુત્રને જન્મ આપે. બ્રહ્મરાજાએ સર્વત્ર મોટો પુત્રજન્મોત્સવ પ્રવર્તાવ્યું, અને સારા મુહૂતે પુત્રનું બ્રહ્મદત્ત નામ સ્થાપન કર્યું. શુફલપક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે, તેમ દેહની વૃદ્ધિ પામવા સાથે અતિનિમલ કળા-સમુદાયમાં વૃદ્ધિ પામવા સાથે નિરુપમ લાવવા અને નયનને આહ્લાદક થયો. ચાર મુખવાળા ભગવંતના નેત્ર, નાસિકા, વદન સમાન હોય તેમ સદા અવિત સદ્દભાવવાળા ચાર મિત્રો બ્રહ્મદર રાજાને હતા. વારાણસીના ૧ ટકરાજા, ગજપુરને ૨ કરેણુદત્ત, કેશલાને ૩ દીર્ઘરાજા અને ચંપાન ૪ પુપચૂલરાજા. અને નિષ રીતે રાજ્યની ચિંતા કરવામાં અગ્રેસર એવો ધનુ નામનો તેને અમાત્ય હતે. તે મંત્રીને પિતાના ગુણે વરેલા છે જેને એ વરધનુ નામનો પુત્ર હતા. તે પાંચે રાજાએ પરસ્પર અતિનેહવાળા ક્ષણવાર પણ કઈ કોઈના વિયાગને ન ઈચ્છતા કહેવા લાગ્યા કે, આપણે પાંચેયે દરેકના રાજ્યમાં વારા ફરતી પિતાના પરિવાર સાથે એક એક વર્ષ સાથે રહેવું.
કોઈક સમયે કટક વગેરે ચારે રાજાએ બ્રહ્માજા પાસે આવી પહોંચ્યા છે, તે વખતે બ્રહ્મદત્તને સ્વજનને શોક આપનાર એ મસ્તક-રોગ ઉત્પન્ન થયા. (૧૦૦)
ગના અનેક પ્રતિકાર-ઉપાયો કરવા છતાં રાગ મટતો નથી. જીવવાની આશાથી મુક્ત થએલા બ્રહાદત્ત રાજાએ પોતાના બ્રહ્મદત્તપુત્રને કટકાદિક રાજાના બાળામાં અર્પણ કર્યો “જે પ્રમાણે સમગ્ર કળાઓમાં કુશળ બને, સમગ્ર રાજ્ય-કારભાર સંભાળી શકે-એવો મારો પુત્ર તૈયાર થાય તે પ્રમાણે તમારે તેની સાર-સંભાળ રાખવી.”
“નદીઓ મુખમાં સાંકડી હોય છે, વાંકી-ચુંકી અનિયતપણે આગળ આગળ
"Aho Shrutgyanam