________________
{ ૯૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ કહેવા છતાં તેની અવગણના કરી, એટલે તેને ઉપશાંત કરવા માટે હકીકત જાણીને કરેલ પ્રકૃતિવાળા ચિત્રમુનિ ત્યાં આવ્યા. તે કહેવા લાગ્યા કે, તમે કોપ ન કરે, આ નગર તે પછી બળશે, પરંતુ તે પહેલાં તીવ્ર તપકર્મથી ઉપાર્જન કરેલ તારા સુકૃત-પુણ્યરાશિ બળી જશે.
તપ, વ્રત, નિયમ, બ્રહ્મચર્ય, સંયમરૂપ સમીવૃક્ષનાં નાનાં પથી ઉપાર્જન કરી એકઠા કરેલા પુણ્યને અતિશય કેધ કરવારૂપ ખાખરાના પડિયા વડે ઉલેચ નહિ.”
જો કે કુશાસ્ત્રરૂપ પવનથી સંકાએલા કષાય-અગ્નિ જગતમાં લેકને બાળનાર થાય છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે, જિનપ્રવચનરૂપ જળથી સિંચાએલ આત્મા પણ જળી રહેલ છે.” એ વગેરે દેશનારૂપ નીકથી મનની શાન્તિ પમાડીને ચિત્રમુનિ તેને બહારના ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં તેઓ બંનેને પરસપર વાર્તાલાપ થયો કે, “હવે આપણે તીવ્ર તપકર્મ કરીને સંલેખના કરી શરીર અને કષા પાતળા કરી અનશન સ્વીકારીએ. બીજુ આ કાયા માટે આપણે પારકા ઘરે આહાર લેવા ભટકવું પડે છે, તેમાં કોઈકને મત્સર, ઈર્ષ્યા, ધ થાય તે આપણે રેષિત બનીએ છીએ, તેને અંગે પ્રાયશ્ચિત્તપાત્ર બનીએ છીએ. મુનિને કેપ કરવાનું કારણ ચક્રી તપાસ કરે છે, તે કોઈકે કહ્યું કે, નમુચિ મંત્રીએ એકદમ વારંવાર તેને તિરસ્કા. (૭૫).
“જે મુનિને જાણતા નથી, જાણવા છતાં જે પૂજા કરતા નથી, અથવા તો જેઓ મુનિઓનું અપમાન કરે છે, તે અનુકમે ત્રણે પાપી સમજવા. ” (૭૬)
જાએ નમુચિ મંત્રીને સર્વ અંગોપાંગે સખત બાંધીને નગરમાં રાજમાર્ગ વિષે ફિરવાવીને પિતાના સમગ્ર અંતઃપુરના પરિવાર સહિત સનકુમાર ચકી મહામુનિ પાસે આવ્યા. તેમના ચરણમાં પ્રણામ કરીને જકડેલા નમુચિને બતાવ્યો, પરંતુ ક્ષમાવાળા મનિઓએ તેને છોડાવ્યા, “પિતાના દુશરિત્રનાં ફળો આ પાપી ભોગવશે.” એમ કહીને રાજાએ તેને દેશનિકાલ કર્યો. “અધમ મનુષ્ય ઉપકાર કરતા જ નથી. મધ્યમ મનુષ્ય અહિં પ્રત્યપ્રકાર કરીને બદલે વાળે છે, જ્યારે ઉત્તમ આત્માએ તો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરે છે.” (૮૦)
તે મુનિઓના ચરણ-કમળ પાસે નજીકમાં જઈ અંતઃપુર પણ પ્રણામ કરે છે, ત્યારે સ્ત્રીરત્નના કેશની અત્યંત સુકોમલ લટ મુનિના ચરણમાં અણધારી લોટવા લાગી અર્થાત્ કેશને સ્પર્શ થયો. સંભૂતિ મુનિ તે કેશના પર્શમાત્રથી તેના સ્પર્શના અભિલાષાવાળા થયા. કામદેવ ચામડીના ઝેરવાળે સર્પ એ છે કે, માત્ર સ્પર્શ કરવાથી મૃત્યુ થાય છે. ચક્રી સાથે સ્ત્રીરત્ન ગયા પછી સંભૂતિ મુનિએ નિયાણું કર્યું કે, “મેં આજ સુધીમાં તપ-સંયમને વૈભવ મેળવ્યા, તેના પ્રભાવથી મને આવી આવી ભાર્યા મળજે.” કઈક ભૂખ કામધેનુ આપી કૂતરી અગર ચિંતામણિ નથી કાંકરે, ક૯પવૃક્ષના બદલે તૃણ ખરીદ કરે, તેમ આ મુનિએ કિંમતી તપના
"Aho Shrutgyanam