________________
સનસ્કુમાર ચીની કથા
[ ૮૭ ] સન્માન કરીને, અખૂટ ચક્રવર્તીની લહમીની સમૃદ્ધિને તણખલા માફક ત્યાગ કરીને આવિનયંકર આચાર્યની પાસે પ્રવ્રયા અંગીકાર કરી. બંને પ્રકારની અખલિત ૫ણ શિક્ષાઓ ગુરુ પાસે ગ્રહણ કરી. સર્વે કર્મથી એકાંત મુક્ત થવાને જ માત્રા અભિપ્રાય રાખે. ચક્રવતી પણાનાં ચૌદ રત્ન, સ્ત્રીરત્ન, નવ નિયાને, નગરલોક રાજાઓ વગેરેએ તેની પાછળ પાછળ છ છ મહિના સુધી ભ્રમણ કર્યું, છતાં એક સાવાર પણ તેના ઉપર નજર ન કરી. છઠ્ઠના પારણે છઠ્ઠ કાર અને પારણામાં ચણાની કાંજી, બકરીની છાશ માત્ર ગ્રહણ કરે, ફરી પણ છઠ્ઠ તપ કરી પારણામાં ચણાદિક છે (૧૧૦) આવા પ્રકારનું તપ અને આવા પ્રકારનું પારણું કરતાં લાંબા કાળ પસાર કર્યો. પરંતુ સર્ષ દૂધનું પાન કરે અને દુસહ થાય તેમ તેના વ્યાધિ વૃદ્ધિ પામવા લાગ્યા અને એ કરી સહન થઈ શકે તેવા થયા. તીવ્ર તપ કરવાથી તેને આમ ઓષધિ આદિ કષિઓ ઉત્પન્ન થઈ, તે પણ પિતે તેનાથી વ્યાધિને પ્રતિકાર કરતા નથી. પિતે સમજે છે કે પૂર્વે કરેલાં દુષ્કર્મ ભેગવ્યા સિવાય તેની મેળે નાશ પામતા નથી, તેથી હમેશાં તેની વેદના ભગવે છે; ખજવાળ, અરુચિ, આંખ અને પેટની તીવેદના, શ્વાસ, ખાંસી, જવર, આદિ વેદના સાતસો વર્ષ સુધી સમભાવથી કર્મને ક્ષય કરવા માટે સ્વેચ્છાએ ભેગવે છે.
ઈન્દ્ર મહારાજાએ ફરી પણ સનસ્કુમાર મુનિની પ્રશંસા કરી કે, માશ સરખા ઈન્દથી પણ તે લોભ પામતા નથી. પિતાના ધ્યાનથી ચલાયમાન કરી શકાતા નથી. ત્યારે તે જ તે તેના સત્ત્વની પરીક્ષા કરવા માટે ખભા પર ઔષધિના કોથળા રાખી હત્તમ વેદના વેષમાં ત્યાં આવ્યા, એક પર્વતની તલેટીમાં એકાગ્રચિત્તથી કાઉસગ્ન. કરતાં સ્થિરપણે ઉભા રહેલા સનસ્કુમાર મહામુનિને તરત દેખ્યા. દુષ્ટ જનોના સંસઅને ત્યાગ કરનાર, શ્રેષ્ઠ સરલ શો રહિત અભય આપવાના ચિત્તવાળા અડોલ શોભતા હતા. નાસિકાના અગ્રભાગ પર સ્થાપન કરેલ દષ્ટિવાળા, કાઉસગમાં, હલન-ચલન કથ વગર-અડોલ દેહવાળા મોહશત્રુને વિજયસ્તંભ ઉખેડનાર જાણે ધર્મરાજા હોય તેવા સનકુમાર મુનિની પાસે આવી ઘોષણ કરે છે કે, જવર, ફૂલ, વાસ, ખાંસી આદિ વ્યાધિઓને સારવારમાં દૂર કરનાર એવા અમે શબર વેદ્યો છીએ. (૧૬૦) કાહરસગ પારીને મુનિ પૂછે છે કે, તમે દ્રવ્ય-ભાવ વ્યાધિ પૈકી કાનો પ્રતિકાર કરી શકો છો? દ્રવ્યવ્યાધિ હું પણ મટાડી શકું છું. એક આંગળી :
પર થુંક લગાડને તે આંગળી ઝળહળતા રૂપવાળી તેમને બતાવી અને તેને કહ્યું કે, વ્યાધિ અને તેના ઉપાયભૂત ઔષધિઓ બંને હું મારા દેહમાં ધારણ કરું છું. માત્ર હું મારા પિતાના દુષ્કૃતને પ્રતિકાર કરી ખપાવી શકતા નથી. અજ્ઞાની છે. માટે આ પાપ ખપાવવાં એ અત્યંત દુષ્કર કાર્ય છે. મને આઠ મહાભાવવ્યાધિ કલા છે, વળી તેના ૧૫૮ પેટા ભેદો છે, તેની પ્રતિક્રિયા ઘેર ક્રિયા આચરીને કરીએ છીએ. હમેશાં હું ક્રિયાધીન ચિત્ત કરું છું, પરમેષ્ઠિને જાપ અને લય સુધી
"Aho Shrutgyanam