________________
સનકુમાર ચકીની કથા
[ ૭૩ ] આચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. મૃત્યુ પામી સનકુમાર ક૫માં મહર્ષિ દેવપણે ઉત્પન્ન થયા. પછી રનપુરમાં શેઠપુત્ર થયે. જિનધર્મ નામ પાડયું. ત્યાં સુંદર રીતે શ્રાવકધર્મનું પાલન કરતા હતા. મુનિ અને જિનેશ્વરની પૂજાભક્તિ કરતો હતો. આ બાજુ નાગદત્ત પત્નીવિરહના આધ્યાનના કારણે મૃત્યુ પામી લાંબા કાળ સુધી તિયચગતિમાં ભ્રમણ કરીને સિંહપુરનગરમાં બ્રાહ્મણ થયા. ત્યાં વિદડી–ત્રત અંગીકાર કરી ૧-૨-૩-૪-૫ માસના ક્ષમણાદિ તપ કરીને પારણું કરતું હતું. હવે હરિવહન સજાની રત્નપુર નામની નગરીમાં તે પહેચ્યા. ચાર મહિનાના પારણાના દિવસે રાજાએ આમંત્રણ આપ્યું એટલે રાજાને ત્યાં પારણું કરવા ગયે.
હવે કોઈક કાર્ય-પ્રસંગે તે જ વખતે જિનધર્મ પણ ત્યાં પહેચે, તેને દેખીને પૂર્વભવના વેરાનુબંધથી તેના ઉપર તીવ્ર ઉત્પન્ન થયે, એટલે તેને દેખીને કહ્યું “હે રાજન્ ! હું ભોજન આ વ્યવસ્થા–પૂર્વક કરીશ. આ જિનધર્મના વાંસા ઉપર થાળ સ્થાપન કરીને હું ભોજન કરીશ.” તે ત્રિદંડીનો તેવો આગ્રહ જાણીને રાજાએ તે પ્રમાણે ભોજન કરાવ્યું. સખત ગરમ ખીર થાળમાં પીરસી, ખુશ થએલે તે અજ્ઞ તાપસ ભજન કરવા લાગ્ય, શેઠ પણ “મારાં પૂર્વનાં દુષ્કતનું ફળ ભોગવું છું” એમ સમતાપૂર્વક સહન કરે છે. ભેજન કરી રહ્યા બાદ થાલ ઉંચકશે, તે ચામડી ચરબી, માંસ, લેહી સાથે થાળ ઉંચકાઈ આવ્યા. ત્યારપછી ઘરે જઈને સમગ્ર સ્વજનેને ખમાખ્યા (૫૦) જિનમુનિ આદિ ચાર પ્રકારના સંઘને પૂજીને, તથા ખમાવીને પર્વતની ગુફામાં ગયો. ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યો. પૂર્વાભિમુખ દિશામાં એક પખવાડિયું, એમ દરેક દિશામાં પખવાડિયા સુધી કાઉસ્સગ્ન-ધ્યાનમાં રહ્યા. પક્ષીઓ, શિયાળ વગેરે તેના માંસનું ભક્ષણ કરતા હતા. આ સુભટ રાત-દિવસ પીઠની વેદના સહન કરે છે. બે મહિના સુધી સમભાવપૂર્વક સહન કરતાં કરતાં કાળ કરી સૌધર્મસ્વામી ઈન્દ્ર થયો. પેલા ભાગવત સંન્યાસી તેને હુકમ ઉઠાવનાર ઐરાવણ હાથી થયો. ઈન્દ્ર તેમ જ પહેલા પરાભવ પમાડેલ એ સર્વ વિભંગણાનથી દેખ્યું. હાથીનું રૂપ કરતો નથી, તેથી ઈન્દ્ર વજ વડે કરીને તેને તાડન કરે છે. ઇન્દ્રપણામાંથી વેચવીને હવે તમે અહીં આવ્યા છે અને ભવિષ્યમાં ચક્રી થવાના છો. એરાવણ દેવતા તિર્યંચગતિમાં લાંબા કાળ સુધી ફરીને કેઈક તેવા અજ્ઞાન તપથી અસિતયક્ષ નામને યક્ષ થયા. ( આ પ્રમાણે પૂર્વ ભવના અભ્યાસથી તેને તારા ઉપર આ વેર વતે છે. તે હવે તારે દરેક કાર્યો સાવધાની અને સલામતીથી કરવાં. તે માટે કહેલું છે કે – “કેલવાળા શત્રુ વિષે વેર બાંધીને જે મનુષ્ય ગફલતમાં રહે છે, તે અગ્નિમાં પૂળે નાખીને પવનની દિશામાં સુઈ જાય છે–અર્થાત્ અગ્નિની જાળ પવનથી પિતાની તરફ આવે, એટલે મૃત્યુ પામે છે.” વળી “હું કોણ છું ? દેશ-કાળ કેવા છે? લાભ કે
"Aho Shrutgyanam