________________
[ ૭૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ
તેમણે નિવણ-ભવનના દ્વાર સરખું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. હાથમાં રહેલા આમલકની માફક કેવલજ્ઞાન લક્ષ્મીથી સમસ્ત વિશ્વને જોતા તે બાહુબલિ મુનિ ભગવંત સમીપે કેવલીઓની પર્ષદામાં બેઠા.
અતિ ગૂંચવાએલા કેશને ઓળી-સરખા કરી, નિર્મળ મજબૂત કટીવસ્ત્ર પહેરી, હરિચંદનનું તિલક કરી અતિપ્રચંડ બાહુદંડને ઉત્તમ પદાર્થોથી વિલેપન કરી તે બંને પુરુષસિંહ રણાંગણમાં ઉતર્યા. તે સમયે ત્રણે લેકના સહુકોઈ કુતૂહળ જેવા એકઠા થયા. આ દશ્ય જોવામાં કોઈ કંટાળતા નથી. ૮૫)
મનોહર ઉત્તમ ચિન્હવાળા વિમાનમાં રહેલા, પહોળા અનિમેષ નેત્રથી આકાશમાં એકઠા થએલા દે આ યુદ્ધ નીહાળતા હતા. વિદ્યાધર, યક્ષ, રાક્ષસે, લેકપાલે પણ અખલિત ગતિવાળા વાહનમાં ચાર દિશામાં કૌતુક સહિત એકઠા મળી વિચરતા હતા. આ બંને એવી સરસાઈથી લડતા હતા કે આમાં કોણ હારશે અને કોણ જિતશે ? તેને નિશ્ચય કરી શકતા ન હતા. (૮૬) ચકચકાટ કરતા અતિતી ભાલાવાળા અને મજબૂત બખ્તર પહેરેલા પ્રથમ ગોળાકારમાં બંને શત્રુ-સૈને ઘેરીને ઉભા રહ્યા. તેના પછી તેને વીંટળાઈને બખ્તર પહેરેલા ચપળ ચતુર લાખો અની, શ્રેણી, તે સર્વની બહાર વીંટળાઈને મદ ઝરતા મહાહાથીઓની શ્રેણી રહેલી હતી. તે સવની મધ્ય ભાગમાં બાથમાં લેતા, તંદ્વયુદ્ધ કરતાં વળી વિખૂટા પડતા તે બંને પુરુષસિંહે રહેતા હતા. (૮૭)
હવે બંને રણાંગણમાં ઉતર્યા પછી લગાર વક થઈને સાથળ ઉપર હથેલી ઠોકીને એક બીજા વળગતા હતા. નિશંકપણે સિંહનાદ કરતા હતા. એવા પ્રકારના પગના પ્રહાર કરતા હતા કે, જેથી ઉંચા પર્વતે ડોલતા હતા. સાંઢની ગર્જના સરખા શબ્દો કરીને પગ બંધન કરતા હતા, મોટા મલો લડતા હોય, તેમ યશના કારણભૂત જય જય શબદ બેલાતા હતા. (૮૮).
નિર્નિમેષ નેત્રો કરીને દષ્ટિની ચેષ્ટા, ભુવનમાં વિસ્તાર પામતી દિવ્યવાણથી વાચુદ્ધ, દુર્ધર બાહુબંધ બાંધી બાહુયુદ્ધ કરી લડતા હતા, નિષ્ફર મુષ્ટિઓ વડે કરીને તેમજ ઉંચા દંડોએ કરીને દંડાદંડી યુદ્ધ કરતા હતા. દરેક યુદ્ધમાં ભરત હારી ગયે; એટલે ભારતને પિતાના બળમાં શંકા થઈ. (૮૯)
ચિત્તમાં શંકા થઈ એટલે ભરતચક્રી વિચારવા લાગ્યા કે, “બાહુબલિ અતિ બળવાન છે, શું ચક્રવર્તી એ થશે ?” શું હું તેની આગળ દુબળ બાળક હાઇશ? મેં ઉપાર્જન કરેલ સર્વાગ રાજ્યને તે પડાવી લેશે? હવે તેને મારવાના એકમનવાળો ભરત બોલવા લાગ્યો, હાથ લાંબો કર્યો અને કંટાળીને કહેવા લાગ્યા કે, “હે ચક્ર. તું આજે દુમિન બની મારા હાથ પર કેમ આવી ચડતું નથી ?” ૯૦)
"Aho Shrutgyanam