________________
विवेकविलासे चतुर्थ उल्लासः। हनुस्तम्भो रसज्ञायां , कुरुते शूलगौरखे ॥ तथा क्षाररसाज्ञानं, दाता चास्याकुलो भवेत् ॥ ९१॥
અર્થ ––વિષમિશ્ર અન્ન ખાઘામાં આવે તો હડબચી થંભાઈ જાય છે. જીભ ભારે થાય છે. તેની (જીભની) અંદર દરદ થાય છે. ખારા રસનો સ્વાદ જણાતો નથી. અને વિષનો દેનાર આકુળ થાય છે. (૯૧)
स्फाटिकष्टकणक्षारो, धार्यः पुंसो मुखान्तरे ॥ न वेत्ति क्षारता याव-दित्युक्तं स्थावरे विषे ॥ ९२॥
અર્થ ---વિષ પ્રયોગની શંકા આવે તો પુરુષના મુખમાં ફટકડી અને ટંકણખાર ધરવા આપો. જ્યાં સુધી તે ખારે ન લાગે ત્યાં સુધી વિષ વિકાર છે એમ જાણવું. એ સ્થાવર વિષ જાળવાનો ઉપાય કહો. (૯૨)
इत्थं चतुर्थप्रहरार्धकृत्यं, सूर्योदयादत्र मया बभाषे॥ तत्कुर्वतां देहभृतां नितान्त-माविर्भवत्येव न रोगयोगः ९३ इति श्रीजिनदत्तमूरिविरचिते श्रीविवेकविलासे तृतीय उल्लासः ॥ ३ ॥
અર્થ-એવી રીતે સૂર્યોદયથી માંડીને ચોથા પ્રહરના અર્ધભાગ સુધીનું કૃત્ય મેં કહ્યું. તે પ્રમાણે ચાલવાથી માણસેને શરીરે કદીપણ રોગનો પ્રાદુર્ભાવ થાય નહીં. (૯૩)
ઇતિ શ્રીવિવેકવિલાસની ગુર્જર ભાષાને ત્રીજે ઉલ્લાસ સંપર્ણ. (૩)
अथ चतुर्थ उल्लासः। उत्थाय शयनोत्सङ्गा-द्वपुःशौचमथाचरेत् ॥ विचिन्त्यायव्ययौ सम्य-ग्मनयदेष मत्रिभिः ॥१॥
અર્થ––પછી વિવેકી પુરુષે બિછાના ઉપરથી ઊઠી શરીરશુદ્ધિ કરવી. અને આવક જાવકનો સારી પેઠે વિચાર કરી મંત્રીની જોડે મસલત ચલાવવી. (૧)
"Aho Shrutgyanam