________________
વિવારે રથમ ! नमस्कुर्यात्ततो भक्त्या, पर्युपासीत चादरात् ।। तद्याने त्वनुयायाञ्च, कमोऽयं गुरुसेवने ॥ १९२॥
અર્થ–પછી ગુરૂ મહારાજને ભક્તિથી નમરકાર કરવો, આદરથી તેમની સેવા (પગ ચંપી વિગેરે) કરવી, અને તે જવા નીકળે ત્યારે તેમની પછાડી જવું. ગુરૂની સેવા કરવાનો એ ક્રમ જાણો. (૧૯૨)
शुद्धप्ररूपको ज्ञानी, क्रियावानुपकारकः॥ धर्मविच्छेदरक्षी च , गुरुगौरवमर्हति ॥ १९३ ॥
અર્થ:--શુદ્ધ પ્રરૂપણા કરનારા, જ્ઞાની, ક્રિયાપાત્ર, ભવ્ય જીવ ઉપર ઉપકાર કરનારા અને ધર્મનો વિચ્છેદ થતો હોય તો તેનું રક્ષણ કરનારા એવા ગુરૂ પૂજવા લાયક છે. (૧૯૩)
विचारावसरे मौनी, लिप्सुधिप्सुश्च केवलम् ।। सर्वत्र चाडवादी च , गुरुर्मुक्तिपुरागला ॥ १९४॥
અર્થ –કોઈ પૂછે ત્યારે વિચારપૂર્વક કહેવાને બદલે મન કરી બેસનાર, કેવળ ધનને લેભી, અને પાખંડી એ ગુરૂ મુક્તિપુરના દરવાજાની અગલા( ભૂંગળ)-સમાન જાણો. (૧૯૪) इत्थं मया ब्राह्ममुहूर्तमादौ , कृत्वाभ्यधायि प्रहरस्य कृत्यम् ।। यस्य प्रकाशेन वेरिवोच्चै-भवेदवश्यं कमलावबोधः॥१९५॥ इति श्रीजिनदत्तमूरिविरचिते विवेकविलासे दिनचर्यायां प्रथम उजासः॥१॥
અર્થ એવી રીતે બ્રાહ્મ મુહૂર્તથી માંડીને પહેલા પ્રહર સુધીનું આવક કૃત્ય મે કહ્યું. જેમાં રવિના પ્રકાશથી કમલને બેધ (વિકાસ) થાય છે, તેમ આ શાવક કૃત્યના પ્રકાશથી (જાણવાથી તથા આચરવાથી) કમલાને(લકમીને બોધ (ઉદય) થાય. (૧૯૫).
ઇતિ શ્રીવિવેકવિલાસની ગૂર્જરભાષાનો પ્રથમ ઉલ્લાસ સંપૂર્ણ ૧ ન
"Aho Shrutgyanam