________________
२५२
विवेकविलासे द्वादश उल्लास । त्रुट्यन्ते च मृणालनालमिव वा मर्माणि दुष्कर्मणां , तेन ध्यानसमं न किंचन जने कर्तव्यमस्त्यद्भुतम् ॥९५॥
इति श्रीजिनदत्तमूरिविरचिते विवेकविलासे ध्यानस्वरूपनिरूपणं नामરાતરા વાસઃ છે ?? ||
અર્થ –ધ્યાન કરનાર માણસ ઉપર દુઃખ, કઠણ રોગ તથા મનના વિકાર પિતાને જેર ચલાવી શકતા નથી, સિદ્ધિ તેના હાથમાં રહેલી જેવી હોય છે, સર્વ કલ્યાણે મુખ આગળ ચાકરની પેઠે ઉભા રહેલા જેવા હોય છે, અને માઠા કર્મના મર્મ કમલતંતુની પેઠે સહજમાં તૂટી જાય છે. માટે જગત્માં ધ્યાન સરખું બીજું આશ્રયકારિ કોઈપણ કર્તવ્ય નથી. (૯૫)
ઈત શ્રીજિનદત્તસૂરિવિરચિત વિવેકવિલાસની ગર્જર ભાષાને અગ્યારમે ઉલ્લાસ સંપૂર્ણ. (૧૧)
अथ द्वादश उल्लासः। दुःस्वप्रैः प्रकृतित्यागै-दुनिमित्तैश्च दुर्ग्रहैः ॥ हंसप्रचारान्यत्वैश्व, ज्ञेयो मृत्युः समीपगः ॥१॥ અર્થ-માઠાં સ્વમથી, પોતાની પ્રકૃતિના બદલવાથી, માઠાં નિમિત્તથી, માઠા ગ્રહથી તથા હંસચારના (વરના ફેરફારથી મરણ સમીપ આવેલું જાણવું. (૧)
प्रायश्चित्तं व्रतोचारं, संन्यासं जन्तुमोचनम् ॥ गुरुदेवस्मृति मृत्यौ , स्पृहयन्ति विवेकिनः ॥२॥
અર્થ ---વિવેકી પુરૂષો મરણ નજીક આવે પ્રાયશ્ચિત્ત ( આલોયણા), વ્રતનું ઉચ્ચરવું, ત્યાગ કરો, જીવ છુડાવવા તથા દેવગુરૂનાં સ્મરણ કરવાં એટલાં વાનાં વાંકે છે. (૨)
अनार्तः शान्तिमान मृत्यौ , न तिर्यङ् नापि नारकः ।। धर्मध्यानी सुरो मर्यो-ऽनशनी त्वमरेश्वरः ॥३॥
અર્થ-જે માણસ મરણ સમયે આર્તધ્યાન ન કરે, તથા શાંતિમાં રહે, તે માણસ તિર્યંચ અથવા નરક ગતિમાં જતો નથી. જે ધર્મધ્યાન કરે તે દેવતા થાય છે, અને જે અનશન કરે તે દેવતાને સ્વામી થાય છે. (૩)
"Aho Shrutgyanam