________________
વિવેકવિલાસ, અગ્યારમો ઉલ્લાસ.
૨૪૫ अलक्ष्यः पञ्चभिस्ताव-दिन्द्रियैनिकटैरपि ॥ स तु लक्षयते तानि , क्षेत्रज्ञोऽलक्ष्य इत्यसौ ॥ ५७॥
અર્થ –નિકટ રહેલાં ઈદ્રિય પણ આત્માને દેખતાં નથી. પણ આમા ઈદ્રિયોને દેખે છે. માટે જ ક્ષેત્રજ્ઞ (આત્મા) અલક્ષ્ય (ન જણાય એવો ) કહેવાય છે. (૫૭)
आगतं बीजमन्यस्य , क्षेत्रेऽन्यस्य निधीयते ॥ चित्रं क्षेत्रज्ञ एवात्र, प्ररोहति यदा तदा ॥ ५८॥
અર્થ—અન્ય ક્ષેત્રનું આવેલું બીજ અન્યના ક્ષેત્રમાં વવાય છે. અને તે ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રને જાણ આત્મા) ઉગે છે, એ મેટું આશ્ચર્ય છે! (૫૮)
परमाणुरतिस्वल्पः, खमतिव्यापकं किल ॥ तौ जितौ येन माहात्म्या-नमस्तस्मै परात्मने ॥ ५९ ॥
અર્થ—અતિ સૂક્ષ્મ પરમાણુ અને સર્વવ્યાપી આકાશ એ બન્ને વસ્તુને પિતાના માહાસ્યથી જીતનારા પરમાત્માને નમરકાર થાઓ. (૫૯).
आत्मद्रव्ये समीपस्थे , योऽपरद्रव्यसंमुखः ॥ भ्रान्त्या विलोकयत्यज्ञः, कस्तस्माद्वालिशोऽपरः ॥६०॥
અર્થ -– અજ્ઞ જીવ આત્મારૂપ દ્રવ્ય સમીપ છતાં બીજા દ્રવ્ય (ધન) તરફ ભ્રાંતિથી જુવે છે, તેના કરતાં બીજે કણ મૂર્ખ હશે ? (૬૦)
परमात्मागत्यस्मृत्या, चित्रं संसारसागरः॥ असंशयं भवत्येव, प्राणिनां चुल्लुकोपमः॥६१ ॥
અર્થ–ભવ્યજીવોને પરમાત્મારૂપ અગત્ય ષિના સ્મરણથી સંસારરૂપ સમુદ્ર નિશ્ચયથી કોગળા સરખો થાય છે. એ મેટું આશ્ચર્ય છે! (૬૧)
आत्मानमेव संसार-माहुः कर्माभिवेष्टितम् ॥ तमेव कर्मनिर्मुक्तं, साक्षान्मोक्षं मनस्विनः ॥ ६२ ॥ અર્થ–પંડિત પુરૂષ કર્મથી વીટાયલા જીવને જ સંસાર અને કર્મથી મૂકાયએલા જીવને જ સાક્ષાત્ મિક્ષ કહે છે. (૬૨)
"Aho Shrutgyanam