________________
૨૩૩
વિવેકવિલાસ, દશમ ઉલ્લાસ. रसासृमांसदोस्थि-मजशुक्रमये पुरे ॥
नवस्रोतःपरीते च, शौचं नास्ति कदाचन ॥३६॥ અર્થ –રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજજા અને વીર્ય એ સાત ધાતુથી બનેલું અનેનવાદ્વારથી વીંટાયલું એવા શરીરમાં પવિત્રતા કોઈ કાળે નજ હેય.(૩૬)
कषायैर्विषयैर्योगैः, प्रमादैरङ्गिभिर्नवम् ॥
रौद्रा नियमाज्ञत्वै-श्वात्र कर्म प्रबध्यते ॥ ३७॥ અર્થ –– આ લોકમાં કષાયથી, વિષયેથી, યોગથી, પ્રમાદથી, રૌદ્રધ્યાનથી, આર્તધ્યાનથી, વિરતિના અભાવથી અને અજ્ઞાનથી નવું કર્મ બાંધે છે. (૩૭)
कर्मोत्पत्तिविघाताय , संवराय नतोऽस्म्यहम् ॥ यश्छिनत्ति शमास्त्रेण , शुभाशुभमयं द्रुमम् ॥३८॥
અર્થ: –નવા કર્મની ઉત્પત્તિને અટકાવનાર સંવરને હું નમસ્કાર કરું છું. કારણ કે, તે સંવર સમતારૂપ શસ્ત્રથી શુભાશુભ કર્મને તોડી નાંખે છે. (૩૮)
सुसंयमैर्विवेकाचै-रकामोग्रतपोमिना॥ संसारकारणं कर्म , जरणीयं महात्मभिः ॥ ३९॥
અર્થ –– મહાત્મા પુરૂષોએ સારા સંયમથી અને નિષ્કામ તપસ્યા રૂપ અને ગ્નિથી સંસારને વધારનારા કર્મની નિર્જરા કરવી. (૩૮)
शरावसंपुटाधस्था-धोमुखैकशराववत् ॥ पूर्ण चिन्त्यं जगद्व्यैः, स्थित्त्युत्पत्तिलयात्मभिः॥४०॥
અર્થ –રસીધે સરાવળ નીચે અને ઉંધે સરાવળો ઉપર રાખ્યો હોય તો તે શરાવસંપુટ કહેવાય છે, તે શરાવસંપુટની નીચે એક ઊંધે સરાવલે રાખે હોય તેવા આકારમાં રહેલું આ જગત; ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામનારા જીવ, અજીવ પ્રમુખ દ્રવ્યથી પરિપૂર્ણ ભરેલું છે, એમ સાધકે ચિંતવવું. (૪૦)
संपूर्णेऽपि मनुष्यत्वे, प्राप्ते जीवः श्रुतादिभिः॥
आसन्नसिद्धिकः कश्चि-बुद्धयते तत्त्वनिश्चयात् ॥४१॥ અર્થ –કોઇકજ આસન્નસિદ્ધિ જીવ પરિપૂર્ણ ઇદ્રિચવાળ મનુષ્યભવ
"Aho Shrutgyanam