________________
વિવેકવિલાસ, દશમ ઉલ્લાસ.
૨૨૦ अथ दशम उल्लासः। प्रत्यक्षमन्तरं दृष्ट्वा , श्रुत्वा वा पापपुण्ययोः ॥ सदैव युज्यते कर्तु, धर्म एव विपश्चिता ॥१॥
અર્થ–પાપ પુણ્યમાં રહેલી તફાવત પ્રત્યક્ષ જોઇને અથવા ગુરૂના ઉપદેશથી સાંભળીને ડાહ્યા માણસને હમેશાં ધર્મજ આચરે જોઈએ. (૧)
धिग्मूढान् जन्मिनो जन्म , गमयन्ति निरर्थकम् ॥ धर्मानुष्ठानविकलं, सुप्ता इव निशीथिनीम् ॥२॥
અર્થ–સુતેલા માણસે રાત્રિ ફેગટ ગુમાવે છે, તેમ જે ધર્મનું આચરણ ન કરતાં માનવ ભવને વ્યર્થ ગુમાવે છે, તે મૂઢ લેને ધિક્કાર થાઓ. (૨)
नृपचित्तधनस्नेह-देहदुष्टजनायुषाम् ॥ विघ्नो विघटमानानां, नास्त्यतो धर्ममाचरेत् ॥३॥ અર્થ–રાજાનું ચિત્ત, ધન, પ્રીતિ, દેહ, દુર્જન અને આયુષ્ય એટલી વસ્તુ વિઘટતાં કાંઈ હરકત આવે તેમ નથી, માટે ધર્મ આચર. (3)
धर्मोऽस्त्येव जगजैत्रः, परलोकोस्ति निश्चितम् ॥ देवोऽस्ति तत्त्वमस्त्येव , सत्त्वं नास्ति तु केवलम् ॥४॥ અર્થ–જગતમાં જયવંતે ધર્મ, પલેક, દેવ અને તત્ત્વ એ ચારે છેજ. એમાં બલકૂલ સંશય નથી. પણ મનુષ્યમાં સત્ત્વ માત્ર નથી. (૪)
कुगुरोः कुक्रियातश्च , प्रत्यूहात्कालदोषतः ॥ न सिद्धयन्त्याप्तवाचश्चे-त्तत्तासां किमु वाच्यते ॥५॥
અર્થ –ગુરૂ હેવાથી, કક્રિયાથી, પૂર્વભવના અંતરાયથી તથા કાલદેવથી કેવલિનાં વચન પ્રમાણે ફલ ન આવે તો તેમાં કેવલિના વચનને શું દોષ? (૫) .. · अनल्पकुविकल्पस्य , मनसः स्थिरता नृणाम् ॥
न जायते ततो देवाः, कुतः स्युस्तदशंवदाः ॥६॥
અર્થે અનેક પ્રકારના માઠા અધ્યવસાયથી માણસેના મનની સ્થિરતા રહેતી નથી. તેથી દેવતાઓ તેમને વશ ક્યાંથી થાય? (૬)
"Aho Shrutgyanam