________________
વિવેકવિલાસ, આઠમ ઉલ્લાસ
૨૨૧ नप्रेषु नृपवन्मौनी , सोत्साहो दुर्बलार्दने । स्तब्धश्च बहुमानेन, न भवेजनवल्लभः ॥ ४३२ ।।
અર્થ –જે માણસ નમ્ર માણસની સાથે રાજાની પેઠે મન ધારણ કરે જે દુબલા લેકને ઉપદ્રવ કરવાના કામમાં ઘણો ઉત્સાહ ધારણ કરે, અને જે બહુ માન મળવાથી અહંકાર કરે, તે ત્રણે લોકપ્રિય ન થાય. (૪૩ર)
दुःखे दीनमुखोऽत्यन्तं, सुखे दुर्गतिनिर्भयः ॥ कुकर्मण्यपि निर्लजो, बालकैरपि हस्यते ॥ ४३३ ।।
અર્થ:--જે માણસ દુઃખ આવે દીન મુખ કરી બેસે, જે સુખી અવરથામાં દુર્ગતિની બીક ન રાખે, તથા જે કુકર્મ કરવામાં શરમ ન રાખે, તે ત્રણે પુરૂષોની બાલકે પણ મરકરી કરે છે. (૪૩૩)
धूर्तस्तुत्यात्मनि भ्रान्तः, कीत्त्य चापात्रपोषक ॥ स्वहितेष्वविमर्शी च, क्षयं यात्येव बालिशः॥ ४३४ ॥
અર્થ- જે ઠગ લેકાના વખાણથી પોતે ભૂલ ખાય, કીર્તિને અર્થે કુપાત્રનું પેષણ કરે, અને પોતાના હિતનો વિચાર ન કરે, તે મૂર્ખ માણસ ક્ષયજ પામે. ૪૩૪
विद्वानस्मीति वाचाल, साद्यमोऽस्मीति चञ्चल: ॥ शूरोऽस्मीति च निःशङ्कः, समज्यायां न राजते ॥ ४३५॥
અર્થ-જે “હું વિદ્રાનું છું એમ સમજી બહુ બકબકાટ કરે, “હું મેટો ઉદ્યમી છું એમ સમજી બહુ ચાલાખી દેખાડે, તથા “હું શારે છું. એમ સમ- " જી કેદની ડર ન રાખે, તે પુરૂષ સભામાં શભા ન પામે. (૪૩૫):
धर्मद्रोहेण सौख्येच्छु-रन्यायेन विवर्द्धिषुः। श्रेयःपाथेयमुक्तोऽन्ते, नातिथि : सुगतेनरः ॥ ४३६ ॥
અર્થ જે માણસ ધર્મને દ્રહ કરીને સુખની ઈચ્છા કરે, પોતે અન્યાય કરી વધવાની વાંછા રાખે, તથા અંતકાળ આવે પુણ્યરૂપ ભાતું પાસે ન રાખે, તે પુરૂષ સુગતિએ ન જાય. (૩૬)
"Aho Shrutgyanam