________________
13
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. को कालदेशो का चैव , संपत्प्रतिहते परैः ॥ वाक्ये ममोत्तरं सद्यः, किंच स्यादिति चिन्तयेत् ॥ ३९१ ॥
અર્થ:---મારું કુળ કેવું? શાસ્ત્રનો અભ્યાસ કેટલો? કાર્ય કેવું? આવક જ વક કેટલી? મારા વચનની શક્તિ કેટલી ? કાર્યમાં કલેશ કેટલો ? આપણું બુદિવૈભવ કેટલું? શક્તિ કેટલી ? શત્રુ કયા છે? હું કોણ છું ? હમણાં પ્રસંગ કે છે? ઉપાય કર્યો છે? સહાય કયું છે? ફળ કેટલું નીપજશે ? દેશ તથા કાળ કયા છે? સામગ્રી કઈ છે? મારા શત્રુ મારા વચનને તોડી પાડશે તો હું તુરત છે ઉત્તર આપું? ડાહ્યા માણસે એટલી બાબતોને વિચાર કરવો. (૩૮૯) (૩૯૦) (૩૯૧)
यत्पाचे स्थीयते नित्यं , गम्यते वा प्रयोजनात् ॥ गुणाः स्थैर्यादयस्तस्य , व्यसनानि च चिन्तयेत् ॥ ३९२ ॥
અર્થ –આપણે જેની પાસે હમેશાં રહિયે, અથવા કારણસર જેની પાસે હમેશાં જઈ, તેનામાં ઠરેલપણું વિગેરે ગુણ છે, અથવા દેષ છે, એ વાતનો વિચાર કરવો. (૩૯૨)
उत्तमैका सदारोप्या, प्रसिद्धिः काचिदात्मनि ॥
अज्ञातानां पुरे वासो, युज्यते न कलावताम् ॥ ३९३ ॥
અર્થ –ડાહ્યા પુરૂષોએ ઉત્તમ એવી કાંઇક પણ પોતાની પ્રસિદ્ધિ રાખવી, કલાવાન્ (કસબી) પુરૂષોનેનગરના એક ખૂણામાં પડી રહેવું ઉચિત નથી. (૩૯૩)
कालकृत्यं न मोक्तव्य-मतिखिनैरपि ध्रुवम् ॥ नामोति पुरुषार्थानां, फलं क्लेशजितः पुमान् ॥ ३९४ ॥
અર્થઘણે ખેદ થાય તોપણ જે સમયે જે કામ કરવાનું તે કદાપિ ન છોડવું. કારણ કે કલેશને વશ થએલો માણસ ઉધમનું ફળ પામી શકતો નથી.-(૩૯૪)
उच्चैर्मनोरथाः कार्याः, सर्वदैव मनस्विना ॥ विधिस्तदनुमानेन, संपदे यतते यतः ॥३९५॥ અર્થ –વિવેકી પુરૂષે હમેશાં મેટા મને રથ કરવા. કારણ કે, દૈવ (નશીબી,
"Aho Shrutgyanam