________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ. पृथ्व्यप्तेजोमरुयोम-तत्त्वानां चिह्नमुच्यते ॥ . आये स्थैर्य स्खचित्तस्य, शैत्यकामोद्भवौ परे ॥३७॥ तृतीये कोपसंतापी, तुर्येऽथ चञ्चलात्मता ॥
पञ्चमे शून्यतैव स्या-दथवा धर्मवासना ॥ ३८॥ અર્થ–હવે પૃથ્વી આદિ પચે તમાં કયું તત્વ શરીરમાં છે તે જાણવા માટે પાચેનાં લક્ષણ કહિયે. પૃથ્વી તત્વ શરીરમાં હોય તે ચિત્તની સ્થિરતા રહે છે. જળ તત્વ હોય તો શીતળતા તથા કામવિકારની ઉત્પત્તિ થાય છે. અગ્નિ તત્વ હોય તો ક્રોધ અને સંતાપ થાય છે. વાયુ તત્વ હોય તો ચિત્ત ચંચળ થાય છે. અને આકાશ તત્વ હોય તો મનમાં શૂન્યપણું રહે છે, અથવા ધર્મ કરવાની વાસના થાય છે. (૩૭) (૩૮)
श्रुत्योरङ्गष्ठको मध्या-ङ्गल्यौ नासापुटद्धये ॥ सृक्किणोःप्रान्त्यकोपान्या-ङ्गली शेषे दृगन्तयोः॥३९॥ न्यस्यान्तर्भु पृथिव्यादि-तत्त्वज्ञानं भवेत्क्रमात् ॥
पीतश्वेतारुणश्यामै-बिन्दुभिर्निरुपाधि खम् ॥४०॥ અર્થ-બે અંગુઠા બે કાનમાં રાખવા, બે હાથની વચલી આંગળી નાના બે છિદ્રમાં રાખવી, અંગુઠા પાસેની બે હાથની આંગળી આંખપર રાખવી, અને બે હાથની છેલ્લી અને તેની પાસેની એવી બે આંગળી હોઠની બે બાજુ ઉપર રાખવી. એમ કરી બ્રુકટીની અંદર જેવાથી પાંચે તત્વોનું જ્ઞાન થાય છે. તે એવી રીતે –પીળો બિંદુ દેખાય તે પૃથ્વી તત્વ, સફેદ દેખાય તો જળ તત્વ, લાલ દેખાય તો અગ્નિ તત્વ, કાળે દેખાય તો વાયુ તત્વ અને કંઈ ન દેખાય તો આકાશ તત્વ જાણવું. (૩૯) (૪૦)
पीतः कार्यस्य संसिद्धिं, बिन्दुः श्वेतः सुखं पुनः॥
भयं संध्यारुणो ब्रूते, हानि भृङ्गसमद्युतिः॥४१॥ અર્થ–ઉપર કહેલી રીતે જોતાં પીળ બિંદુ દેખાય તો કાર્યની સિદ્ધિ, વેળો દેખાય તો સુખ, રાતો દેખાય તો ભયની ઉત્પત્તિ અને ભ્રમર સરખે શ્યામવર્ણ દેખાય તો હાનિ થાય છે. (૪૧)
"Aho Shrutgyanam