________________
विवेकविलासेऽष्टम उल्लासः। प्रभाकरमते पञ्चैवै-तान्यभाववर्जनात् ॥ अद्वैतवादिवेदान्ति-प्रमाणं तु यथा तथा ॥ २६०॥
અર્થ––પ્રભાકરને મતે અનુપલબ્ધિ બાદ કરતાં બાકી રહેલાં પાંચ પ્રમાણ છે. અદ્વૈતવાદી વેદાન્તી પણ એમજ માને છે. (૨૬૦)
सर्वमेतदिदं ब्रह्म, वेदान्तेऽद्वैतवादिनाम् ॥ आमन्येव लयो मुक्ति-र्वेदान्तिकमते मता ॥ २६१ ॥
અર્થ-અદ્વૈતવાદી વેદાન્તીને મને એ સર્વ જગત્ બ્રહ્મરૂપ છે. તથા પિતાના સ્વરૂપમાં લય પામ, એજ તેમને મને મુક્તિ છે. (૨૬)
अकुकर्मा सषट्कर्मा, शूद्रान्नादिविवर्जकः ॥ ब्रह्मसूत्री दिजो भट्टो, गृहस्थाश्रमसंस्थितः ॥ २६२ ॥
અર્થ–પાપ કર્મને વર્જનારે, ભણવું, ભણવવું ઇત્યાદિક છ ક્રિયાઓને યથાવિધિ કરનારે, શુદ્રનું અન્ન વિગેરે ન લેનારે, જઈ ધારણ કરનાર એ બ્રાહ્મણ જાતનો ગૃહસ્થ ભટ્ટ કહેવાય છે. (૨૬૨)
भगवन्नामधेयास्तु, द्विजा वेदान्तदर्शने ॥ विप्रगेहभुजस्यक्तो-पवीता ब्रह्मवादिनः ॥ २६३ ॥
અર્થ –વેદાન્ત મતના બ્રાહ્મણ સંન્યાસીઓ “ભગવન” એવા નામથી કહેવાય છે. તે જોઈ પહેરતા નથી, બ્રાહ્મણને ઘેર જમે છે, અને એક બ્રહ્મને જ સદ્ધસ્તુ માને છે. (૨૬૩)
चत्वारो भगवद्भेदाः, कुटीचरबहूदकौ ॥ हंसः परमहंसश्चा-धिकोऽमीषु परः परः ॥ २६४ ॥
અર્થ –“ભગવન” નામથી કહેવાતા સંન્યાસીઓના ચાર પ્રકાર છે. એક કુટીચર, બીજા બહૂદક, ત્રીજા હંસ અને ચોથા પરમહંસ. એ ચારે પ્રકાસ્માં એકથી બીજે, બીજાથી ત્રીજે એમ પહેલા કર્તા ઉત્તરોત્તર શ્રેષ્ઠ ગણાય
"Aho Shrutgyanam