________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ.
૧૭, પિચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. શરીરે સુવર્ણ સરખો રંગ અને ચંદ્રમા સરખા સફેદ પાંચ બિંદુ એ એનાં લક્ષણ હોય છે. (૨૦૦૦)
शुक्रवारोदितो वैश्यो, महापद्मो घनच्छविः॥ लक्षिताङ्गस्त्रिशूलेन, दधानो वारुणं विषम् ॥ २०१॥
અર્થ—–જળમય વિષ ધારણ કરનાર મહાપદ્મ નામે શૂદ્ર જાતિને નાગ શુક્રવારે પિચાર ઘડી સુધી ઝેરને ઉદય ધારણ કરે છે. શરીરે મેઘ સરખો રંગ અને મરતકે ત્રિશૂળ એ એનાં લક્ષણ હોય છે. (૨૦૦૧)
धत्ते शङ्खः शनौ शक्ति-मुदेतुमरुणारुणः॥ क्षत्रियो गरमानेयं, बिभ्ररेखां सितां गले ॥२०२॥
અર્થ –તેજોમય વિષ ધારણ કરતો શંખ નામે ક્ષત્રિય જાતિનો નાગ શનિવારે પણચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. અરુણ સરખે રાતો રંગ અને ગળે સફેદ રેખા એ એનાં લક્ષણ હોય છે. (૨૦૨)
राहुः स्यात्कुलिकः श्वेतो, वायवीयविषो द्विजः॥ सर्ववारेषु यामार्थ-संधिष्वस्योदयो मतः ॥ २०३॥
અર્થે વાયુમય વિષ ધારણ કરતા રાહુસરખો કુલિક નામે બ્રાહ્મણ જાતિને નાગ સર્વ વારને વિષે ઘડિયાના સંધિકાલમાં ઝેરનો ઉદય ધારણ કરે છે. સફેદ રંગ એ એનું લક્ષણ હેય છે. (૨૦૩)
अहर्निशमियं वेला , ख्याता विषमयी किल ॥ तदादौ विषमामेयं , माहेन्द्रं मध्यमे पुनः ॥ २०४॥ वारुणं पश्चिमे भागे, तत्राद्यमतिदुःखदम् ॥ कष्टसाध्यं परं साध्यं, भवेत्परतरं पुनः ॥ २०५॥
અર્થ–રાત્રિને તથા દિવસને આ સર્વ સમય વિષમય કહ્યો છે. તેમાં પ્રથમ અગ્નિમય વિષ, મધ્યમાં માહેંદ્ર વિષ અને પાછલે ભાગે જળમય વિષ હોય છે. તેમાં પહેલું અગ્નિમય વિષ અત્યંત દુઃખ આપનારું, બીજું માહેન્દ્ર કષ્ટસાધ્ય (મહેનતથી ઉતારી શકાય એવું ) અને ત્રીજું જળમય વિષ સુસાધ્ય (સુખથી ઉતારી શકાય એવું) હોય છે. (૨૦૪) ( ૨૦૫)
"Aho Shrutgyanam