________________
૧૭૩
વિવેકવિલારા, આઠમો ઉલ્લાસ. ત્રિકનું નામ લે, તો માંત્રિકે જાણવું કે, આ દૂત “ઝેરથી પીડાતા માણસને યમનું આમંત્રણ (તેડું આવ્યું છે માટે એને તમે મૂકે.” એમજ મને કહે છે. અર્થાત્ ઝેરથી પીડાતો માણસ જીવે નહીં એમ માંત્રિકે સમજવું. (૧૬)
दूतस्य यदि पादः स्या-दक्षिणोऽग्रस्थितस्तदा ॥ पुमान्दष्टोऽथ वामे तु, स्त्री दष्टेयपि निश्चयः ॥१६७॥ અર્થ–માંત્રિકને ઘેર પેસતાં દૂતને જે જમણે પગ આગળ હોય તો ઝેરથી પીડાતો પુરૂષ છે, અને ડાબે પગ આગળ હોય તો ઝેરથી પીડાતી સ્ત્રી છે એ નિશ્ચય જાણવો. (૧૬૭)
ज्ञानिनोऽग्रे स्थितो दूतो, यदङ्ग किमपि स्पृशेत् ॥ तस्मिन्नङ्गेऽस्ति दंशोऽपि, ज्ञानिना ज्ञेयमित्यपि ॥ १६८॥ અર્થ --માંત્રિકની આગળ ઉભા રહેલો દૂત પિતાના શરીરના જે ભાગને સ્પર્શ કરે, તે ભાગને વિષે સપાદિકને દંશ થયો છે, એમ માંત્રિકે જાણવું.(૧૬૮)
अग्रतःस्थे यदा दूते, वामा वहति नासिका ॥ सुखाशिका तदादेश्या, दष्टस्यागदकारिणी ॥ १६९ ॥ અર્થ --—આગળ દન ઉભું હોય ત્યારે જો ડાબી નાસિકા વહેતી રહે, તે ઝેરથી પીડાતા માણસની વ્યથા મટશે ” એવી વચન રૂપ સુખડી દૂતને આપવી. (૧૬૯)
वामायामेव नासायां, यदि वायुप्रवेशने ॥ दूतः समागतः शस्य-स्तदा नैवान्यथा पुनः ॥ १७०॥
અર્થ –ડાબી નાસિકામાં વર વહેતો હોય, ત્યારે જ આવેલે દૂત શ્રેષ્ઠ જાણો, અન્યથા નહીં. (૧૭૦)
दूतोक्तवर्णसंख्याङ्को, द्विगुणो भज्यते त्रिभिः ॥ यद्यकःशेषतां याति , तच्छुभं नान्यथा पुनः॥१७१ ।।
અર્થ ---દૂતના મુખમાંથી નીકળેલા અક્ષર બમણા કરી આવેલી સંખ્યાને ત્રણે ભાગવું, બાકી એક રહે તો શુભ જાણવું. નહીં તો નહીં. (૧૭૧ )
"Aho Shrutgyanam