________________
૧ ૫૫
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. मूलराशी व्यये क्षिप्ते, गृहनामाक्षरेषु च ॥ ततो हरेत्रिभिर्भागं, यच्छेषं सोंऽशको भवेत् ॥ ७५॥ इन्द्रो यमश्च राजा चा-प्यंशकाश्च त्रयस्त्विमे ॥
અર્થમૂળ રાશિમાં વ્યયની અને ઘરના નામાક્ષરની સંખ્યા ઉમેરવી. અને ને ત્રણ ભાગ દેતાં જે શેષ રહે તે અંશ જાણો. એક શેષ રહેતો ઇંદ્રને, બે શેખ રહે તો યમનો અને સમ ભાગ તૂટે તો રાજાનો અંશ જાણવો. (૭૫)
गृहभस्वामिभैक्यस्य , भक्तस्य नवभिः पुनः ॥७६ ॥ यच्छेषं सा भवेत्तारा , तारानामान्यमूनि च ॥ નન સં સ્લેમ, પ્રત્યર સાધનતિ ૭૭ नैधनी मैत्रिका चैव , तथा परममैत्रिका ॥
चत्वारः षड् नव श्रेष्ठाः, सप्त पञ्च त्रयोऽधमाः ॥७८॥ અર્થ—–ઘરના નક્ષત્રની અને ઘરધણના નક્ષત્રની સંખ્યા એકત્ર કરી તેને નવને ભાગ દેતાં શેષ રહે તે તારા કહેવાય છે. તેનાં નામ આ પ્રમાણે-નવને ભાગ દેતાં એક શેષ રહે તો જન્મનામે તારા, બે શેષ રહે તો સંપનામે, ત્રણ શેષ રહે તો વિપદ્ નામે, ચાર શેપ રહે તે ક્ષેમ નામે, પાંચ શેષ રહે તો પ્રત્યરિ નામે, છ શેષ રહે તો સાધની નમે, સાત શેષ રહે તો નૈધની નામે, આઠ શેષ રહે તો મત્રિકા નામે અને નવ શેષ રહે તે પરમત્રિકા નામે તારા જાણવી. એ નવ તારાઓમાં થી, છઠી અને નવમી શ્રેષ્ઠ, ત્રીજી, પાંચમી અને સાતમી અધમ અને બાકી મધ્યમ જાણવી. (૭૬) (૭૭) (૭૮) - राक्षसामरमाख्य-गणनक्षत्रकादिकम् ॥
ज्ञेयं ज्योतिर्मतख्यात-मिदमत्रेति नोदितम् ॥ ७९ ॥
અર્થ-રાક્ષસ, દેવતા, મનુષ્ય નામના ગણ તથા નક્ષત્ર આદિક જોતિષ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, માટે અહીં કહ્યું નથી. એમ જાણવું. (૭૯)
"Aho Shrutgyanam