________________
१५४
विवेकविलासेऽष्टम उल्लासः। आयामे विस्तारहते, योऽङ्कः संजायते किल ॥ स मूलराशिर्विज्ञेयो, गृहस्य गणकैः सदा ॥७॥
અર્થ –લંબાઇનો અને પહોળાઈનો ગુણાકાર કરે છતે જે સંખ્યા આવે છે તે ઘરની મૂળરાશિ જયોતિષીએ નિરંતર જાણવી. (૭૦)
अष्टभिर्युणिते मूल-राशावस्मिन्विशारदैः॥ सप्तविंशतिभक्ते य-च्छेषं तद्गहभं भवेत् ॥ ७१ ॥
અર્થ–મૂળ રાશિને આઠથી ગુણું સત્તાવિશે ભાગ દેતાં જે શેષ રહે તે ધરનું નક્ષત્ર જાણવું. (૭૧)
नक्षत्राङ्केऽष्टभिर्भक्ते, योऽङ्कः स स्याद्गहे व्ययः॥ पैशाचो राक्षसो यक्षः, स त्रिधा स्मर्यते व्ययः ॥७२॥
અર્થ –નક્ષત્રની સંખ્યાને આઠે ભાગતાં જે શેષ રહે તે ઘરના વિષયમાં વ્યય જાણવો. તે વ્યય પિશાચ, રાક્ષસ અને યક્ષ એવી રીતે ત્રણ પ્રકારનો છે. (૭૨)
पैशाचस्तु समायः स्या-द्राक्षसस्त्वधिके व्यये ।। માથાયૂનત યક્ષો, વ્યયઃ શ્રેણsgધા સ્વયમ ૭રૂ.
અર્થ –-વ્યય,આય એટલે આવે તો તે પિશાચ, આય કરતાં અધિક આવે તો રાક્ષસ અને આય કરતાં ઓછું આવે તો યક્ષ કહેવાય છે. એ ત્રણમાં યક્ષ વ્યય શ્રેષ્ઠ જાણો. હવે આઠ પ્રકારનો વ્યય કહિ. (૭૩)
शान्तः पौरस्तथोड्योतः, श्रेयानन्दो मनोहरः॥ श्रीवत्सो विभवश्चापि , चिन्त्यात्मेत्यष्टधा व्ययः ॥७४ ॥
અર્થ ––ઉપર કહેલી રીતે નક્ષત્રની સંખ્યાને આઠે ભાગદેતાં શેષ એક બાકી રહે તો શાંત નામે, બે શેષ રહે તો પિર નામે, ત્રણ શેષ રહે તો ઉત નામે, ચાર શેષ રહે તો શ્રેયાનંદ નામે, પાંચ શેષ રહે તો મનોહર નામે, છ શેરહે તો શ્રીવત્સ નામે, સાત શેષ રહે તો વિભવ નામે, અને સમભાગ આવે તે ચિંય નામે થય જાણો. (૭૪)
"Aho Shrutgyanam