________________
१५२
विवेकविलासेऽष्टम उल्लासः। આસોમાં યુદ્ધ (ક ), કાર્તિકમાં સેવકનો નાશ, માર્ગશીર્ષમાં ધનની વૃદ્ધિ, પિષમાં સ્ત્રીની પ્રાપ્તિ, માહમાં અગ્નિનો ભય અને ફાગણમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય. એવી રીતે વાસ્તુ શાસ્ત્રના અનુસારથી ઘર બાંધવાનું ફળ પૂવોચાર્યે કહ્યું છે. (૬૦)
पुष्यध्रुवमृदुस्वाति-हस्तवासववारुणे ॥ प्रथमो वेश्मनां सूत्र-प्रारम्भः सद्भिरिष्यते ॥ ६१ ॥
અર્થ -પુષ્ય, હસ્ત, સ્વાતિ, વિશાખા, જયેષ્ઠા, શતતારકા, રોહિણી, ઉત્તરા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, મૃગ, ચિત્રો અનુરાધા, રેવતી એટલા નક્ષલોમાંનું કોઈ પણ નક્ષત્ર હોયત્યારે, ઘરનું પ્રથમ સૂત્ર (પહેલી આંકણી) માંડવું. એવું વિદ્વાનોનું મત છે. (૬૧)
समाधिकव्ययं कर्तुः, समनाम यमांशकम् ॥ कुमासधिष्ण्यवारं च , गृहं वयं प्रयत्नतः ॥ ६२॥
અર્થ-આય જેટલા અથવા આયથી અધિક વ્યયને અને પિતાના ધણની સાથે મળતા નામને ધારણ કરનારું, યમના અંશમાં આવેલું, તથા દુષ્ટ માસ, દુષ્ટ નક્ષત્ર, દુષ્ટ વાર ઉપર બંધાવેલું એવા ઘરનો પ્રયત્નથી ત્યાગ કર. (૬૨)
विस्तारेण हंत दैर्ध्य , विभजेदष्टभिस्तथा ॥ यच्छेषं स भवेदायः, स ध्वजाद्याख्ययाष्टधा ॥६३ ॥
અ––લંબાઈને અને પહોળાઈને ગુણાકાર કરી આવેલી સંખ્યાને આ ઠે ભાગવું. એમ કરતાં શેષ રહે તે આય કહેવાય. તે (આય) ધ્વજ આદિક આઠ પ્રકારથી ઓળખાય છે. (૬૩)
ध्वजो धूमो हरिः श्वा गौः, खरेभौ वायसोऽष्टमः॥ पूर्वादिदिक्षु चाष्टानां , ध्वजादीनामवस्थितिः ॥ ६४ ॥
અર્થ–ઉપર કહેલી સંખ્યાને આડે ભાગતાં એક શેષ રહે તો ધ્વજ, બે રહેતો ધૂમ, ત્રણ રહે તો સિંહ, ચાર રહેતો શ્વાન, પાંચ રહેતો તો વૃષભ, છ રછે તો ગર્દભ, સાત રહે તો ગજ અને સમ ભાગ આવે તો કાક એ આઠે આયની અનુક્રમે પૂર્વ દિશાથી માંડી આઠ દિશાઓને વિષે સ્થિતિ જાણવી. (૬)
"Aho Shrutgyanam