________________
૧૨૫
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. लक्षोनां रोमकूपानां, कुरुते कोटिमत्र च ॥ अर्धतुर्या रोमकोटी-स्तिस्रः सस्मश्रुमूर्धजाः ॥ २२७॥
અર્થ –-ગર્ભમાં રહેલો જીવ દાંડમાં એક લાખ ઓછા અર્થાત્ નવાણુ લાખ રામકૂપ (રેમના કુવાઓ) તથા માથાનાં અને દાઢી મૂછનાં સર્વે મળી સાડા ત્રણ કોડ રેમ ઉત્પન્ન કરે છે.(૨૨૭)
अष्टमे मासि निष्पन्न-प्रायः स्यात्सकलोऽप्यसो ॥ तथौजोरूपमाहारं, गृह्वात्येष विशेषतः ॥ २२८॥
અર્થ–ગર્ભ આઠમે મહિને ઘણે ખરે પરિપૂર્ણ થાય છે, અને વિશેષ કરી એજ આહાર ગ્રહણ કરે છે. (૨૨૮)
गर्भे जीवो वसत्येवं , वासराणां शतद्वयम् ॥
अधिकं सप्तसप्तत्या, दिवसार्धेन च ध्रुवम् ॥ २२९ ॥
અર્થ –એવી રીતે જીવ ગર્ભવાસમાં બસે સાડા સિત્તેર (૨૭) દિવસ રહે છે. (૨૨૯)
गर्भस्त्वधोमुखो दुःखी, जननीपृष्ठसंमुखः ॥ बद्धाञ्जलिर्ललाटे च, पच्यते जठरामिना ॥ २३०॥
અર્થ-ગર્ભમાં રહેલો જીવ માતાની પીઠ તરફ નીચે મુખ કરી તથા બે હાથ માથે જોડી ઘણું દુઃખમાં રહે છે. તથા માતાના જઠરાગ્નિથી પરિપકવ થાય છે. (૨૩૦)
असौ जागर्ति जागत्यां , स्वपत्यां स्वपिति स्फुटम् ॥ सुखिन्यां सुखवान् दुःखी, दुःखवत्यां च मातरि ॥.२३१ ।।
અર્થ–ગર્ભમાં રહેલે જીવ માતા જાગે ત્યારે જાણે છે, ઉંઘે ત્યારે ઊંઘે છે, તે સુખી હોય ત્યારે પોતે સુખ પામે છે, અને તે દુઃખી થાય ત્યારે પોતે દુઃખી થાય છે. (૨૩૧)
पुरुषो दक्षिणे कुक्षी, वामे स्त्री यमलो द्वयोः॥ ज्ञेयं तूदरमध्यस्थं, नपुंसकमसंशयम् ॥ २३२॥ અર્થ –પુરૂષ જાતિનો ગર્ભ જમણી બાજુએ હોય છે. સ્ત્રી જાતિને ડા
"Aho Shrutgyanam