________________
૨૨૨
विवेकविलासे पञ्चम उल्लास:। पुराणे रजसि क्षीणे, नवासृक्शुक्रसंचये ॥ स्त्रीणां गर्भाशये जीवः, स्वकर्मवशगो विशेत् ॥ २११ ॥
અર્થ --->તુ સંબંધી પુરાણું લેહી નાશ પામે, અને નવા મકતુના લોહીનું તથા વીર્યનું મિશ્રણ થાય, ત્યારે સ્ત્રીના ગર્ભાશયમાં પિતાના કર્મના વશથી જીવ અવતરે છે. (૨૧૧)
नारी रक्तेऽधिके शुक्रे, नरः साम्ये नपुंसकः॥ अतो वीर्यविवृद्ध्यर्थं, वृष्ययोगाश्रयेत्पुमान् ॥ २१२ ॥
અર્થ–સંગને સમયે સ્ત્રીનું લેહી અધિક હોય તે કન્યા થાય, અને પુરૂષનું વીર્ય અધિક હોય તો પુત્ર થાય છે, અને જે સ્ત્રીનું લોહી અને પુરૂષનું વીર્ય સરખું હોય તો નપુંસક સંતતિ થાય છે. માટે પુરૂષે વીર્યની વૃદ્ધિને અર્થ વૃષ્ય (વીર્યની વૃદ્ધિ કરનાર વસ્તુનું સેવન વિગેરે) ઉપાય કરવા. (૧૨)
यत्किंचिन्मधुरं स्निग्धं , बृंहणं बलवर्धनम् ॥ मनःप्रहादनं चैव , तत्सर्वं वृष्यमुच्यते ॥ २१३ ॥
અર્થ–જે કોઈ વસ્તુ મધુર, ચીકણી, પુષ્ટિ કરનારી, બળને વધારનારી અને મનને હી ઉપજાવનારી હોય, તે સર્વે (વસ્તુ) વૃષ્ય કહેવાય છે. ( દૂધ, અડદ, કૅચબીજ પ્રમુખ વસ્તુ વૃષ્ય જાણવી.) (૨૧૩)
पितुः शुक्रं जनन्याश्च , शोणितं कर्मयोगतः ॥
आसाद्य कुरुते जीवः, सद्यो वपुरुपक्रमम् ॥ २१४ ॥
અર્થ –– જીવ પિતાના વીર્યને અને માતાના લોહીને કર્મયોગથી પામીને તત્કાલ પિતાનું શરીર તૈયાર કરવા માંડે છે. (૨૧)
भवेदेतदहोरात्रैः, सप्तभिः सप्तभिः क्रमात् ॥ कललं चादं चैव , ततः पेशी ततो धनः ॥ २१५ ।।
અર્થ–પિતાનું વીર્ય તથા માતાનું લેહી એકત્ર થયા પછી સાત દિવસમાં તેનું કલલ (એક રૂ૫) થાય છે, પછી સાત દિવસે કલાનું અર્બદ (પેટા જેવા
"Aho Shrutgyanam