________________
આ ઉપરથી ગ્રંથકારના કેવા ઉદાત્ત વિચાર હતા; તે ખુલ્લું દેખાય છે. એવા ઉદારવિચારવાળા લોકોની સાંપ્રત ઘણી જરૂર છે. કારણ કે, તેએજ ધર્મની ઉન્નતિ કરી શકે છે.
ગ્રંથકારે “ ઉદયસિંહ રાજાની કારકીર્દીમાં પોતાનું અસ્તિત્વ જણાવ્યું છે. ઉદયસિંહ રાજા સન ૧૨૩૧ માં પરલોકવાશી થયો, એમ કેટલાક પ્રમાણેથી સિદ્ધ થયું છું, તેથી શ્રી જિનદત્તસૂરિજી ખ્રિસ્તિ શકનાં તેરમાં શતકના પૂર્વાધમાં હતા એવું અનુમાન કરાય છે જેથી આ ગ્રંથ આશરે સાડા છ વર્ષ પહેલાં રચવામાં આવ્યો છે એમ સિદ્ધ છે.
મૂલશોધનમાં અથવા ભાષાંતરમાં કાંઈ પ્રમાદ થયો હશે, તેની ક્ષમા કરવા વિદ્વજનની સવિનય પ્રાર્થના કરી આ ટેક લેખ પુરો કરૂં છું.
અમદાવાદ, ચૈત્ર સુદિ ૧ સંવત ૧૮૫૪
ભાષાંતરકર્તિ.
( શ્રીરાત્રે રા૦ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, બી. એ. : વહાઈસ પ્રિન્સિપાલ ગુજરાત ટ્રેનિંગ કોલેજ એમને અભિપ્રાય.)
શ્રી જિનદત્તસૂરિ વિરચિત વિકવિલાસ નામનું પુસ્તક તથા તેનું ૫૦ દામોદર ગોવિન્દાચાર્ય કૃત ગુજરાતી ભાષાન્તર મેં ઉપરથી તપાસ્યું છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે મૂળ પુસ્તક ઉપયોગી છે. તેમાં અનેક પરચુરણ વિષયોનો સમાવેશ છે. ભાષાન્તર યથાર્થ અને શુદ્ધ છે તથા ભાષા સરળ છે.
રવિવાર
લિ, કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી,
૧૩-૩-૧૮૮૮.
"Aho Shrutgyanam