________________
( ૨૧ ). પદ ૨૮૫ મું, શ્રાવક વિષે સ્તવન. જનમ જનમ ગુણ માનુંગી તો–એ–રાહ-તાલ-પંજાબી શ્રાવક જન તો એને કહિયે, શ્રદ્ધા સમકિત મુલ રે; દેવ ગુરૂને ધર્મ વિવેકે, આરાધે અનુકૂલ રે. શ્રા૧ નિશ્ચય નય વ્યવહારને જાણે, સ્યાદ્વાદ સુખ મૂલ રે; દ્રવ્ય ગુણ પર્યાયને ધ્યાને, આશ્રવ ને પ્રતિકૂલ રે. શ્રા૦ ૨ નય નિક્ષેપ પ્રમાણુની રચના, છાંડે મિથ્યા મૂલ રે; નિજ પર રમણ રૂપને જાણે, મિત્ર શત્રુ સમ તુલ્ય રે. શ્રા૦૩ પરનિદા મુખથી નવિ માં છે, જાણે કર્મની ભૂલ રે; લેશમાત્ર ગુણ પરનો દેખી, ગ્રહણ કરે અતુલ્ય રે. શ્રા૦ ૪ પર ઉપગાર ધર્મ જન પક્ષી, એવા પુરૂષ અમૂલ રે; મયાવિજય તે સંગ કરતા, જાય અનાદિ ભૂલ રે. શ્રા પ
પદ ૨૮૬ મું, શ્રી કુમતિ મુખ વ્રજ ચપટીકા.
- લાવણી. કુમતિ હઠ તજ કદાગ્રહકે, જિન પ્રતિમા પૂજા સંસ્તવન કરકે; ગ્રહ શુદ્ધ સમકિતકું-એ આંકણી શ્રી જિન પ્રતિમા જિનવર સંદશ. હર દુઃખ સંશયકું; ગણધર રચિત સૂત્ર ચિત્ત ધરકે, તજ ભય વિભ્રમકું. કુ. ૧ દ્રવ્ય ભાવ જિન પૂજન સંસ્તવ, સંઘ ચતુર્વિધકું; મુનિવર શ્રી જિન પ્રતિમા સન્મુખ, કરતભાવ સ્તવકું. કુ૨ નામ ઠવણ દ્રવ્ય ભાવ જિનેશ્વર, ગંદન જેમ મુનિકું; શ્રી ઠાણુગે યે હે વિવર્ણ, સત્ય કહે ઇનકું. કુ. ૩ વીતરાગ નિર્વિકાર પ્રતિમા, ભ્રાંતિ કહ્યા તુમકું; કારજ સિદ્ધ કારણ કરિ હાવત, ગ્રહેશુદ્ધ નય પંથકું. કુ. ૪ ચિત્રાકાર સ્વરૂપ સ્ત્રીયનકું, સ્થાનક મુનિજનકું; દશવૈકાલિક મૂલ સૂત્રમેં, ભેગે નહીં તિનકું. કુ. ૫ જેસે સ્ત્રીયા સ્વરૂપ કર ઉપજત, વિષયભાવ જિનકું; તેસે ઠવણુ જિનેશ્વર દેખત, ધર્મ રાગ ભવિમું. કુલ ૬ લબ્ધીભાવ ચારણુ મુનિ જાવત, દ્વીપ નંદીશ્વરકું
"Aho Shrutgyanam