________________
૫
પ્રાકથન
કારણને લીધે આજની જૈન પ્રજા, ખાસ કરી જૈન શ્રમી લેખનકળા અને તેના દરેકે દરેક સાધનના વિષયમાં વધારેમાં વધારે પરિચિત છે.
પ્રસ્તુત નિબંધ લખવામાં અમે કેવળ સાંપ્રદાયિક દૃષ્ટિ ન રાખતાં, અનેક દૃષ્ટિએ અમારી નજર સામે રાખી છે, અને એ દૃષ્ટિએ લખાએલા અમારા આ નિબંધમાં અમે પ્રસંગવશાત્ અનેકાનેક વસ્તુ ચર્ચા છે.
આ નિબંધ લખવામાં અમને અમારા પૂજ્ય શ્રૃદ્ધ ગુરુદેવ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રીકાંતિવિજયજી મહારાજ તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી ૧૦૮ શ્રીચતુરવિજયજી મહારાજ તેમજ અન્ય મિત્રા અને સ્નેહીએ તરફથી મદદ મળવા ઉપરાંત અનેક વિદ્વાનેાના ગ્રંથાના પણ અમે ઉપયેગ કર્યો છે જેના નિર્દેશ અમે તે તે સ્થળે કર્યો છે. એ સૌને અહીં આભાર માનવાનું અમે વીસરી શકતા નથી.
આ બધાયના કરતાં, બનારસ હિંદુ યુનિવર્સિટી જૈન ચેરના અગ્રગણ્ય પ્રેફેસર શ્રીયુત સુખલાલજીના નામને અમે ખાસ કરી વીસરી શકતા નથી, કે જેમણે સતિતર્કની પાંડિત્યપૂર્ણ પ્રસ્તાવના લખતી વેળા પ્રસંગોપાત જૈન લેખનકળાને લગતી એક વિસ્તૃત પ્રશ્નમાળા અમારા ઉપર માકલી હતી, જેને અમે અમારા પ્રસ્તુત નિબંધને છેડે પરિશિષ્ટ રૂપે આપી છે. એ પ્રશ્નમાળાએ અમને પ્રસ્તુત નિબંધને વિભાગશઃ તેમજ વિસ્તૃત સ્વરૂપમાં લખવા માટે ખૂબ જ સરળતા કરી આપી છે. ભાઈ સારાભાઈ નવાબ, જેમની સ્નેહભરી પ્રેરણાથી અમે પ્રસ્તુત નિબંધ તૈયાર કર્યાં છે તેમજ જેમણે પ્રસ્તુત નિબંધને લગતાં ચિત્ર વગેરે સાધના માટે ખર્ચના હિસાબ ગણ્યા નથી તેમને અને રા. રા. શ્રીયુત અચુભાઈ જેમણે પ્રસ્તુત નિબંધને ભાષાસરણી વગેરેમાં સંસ્કારયુક્ત કરી શેભાવ્યા છે તેમને અમારા હાર્દિક ધન્યવાદ છે.
અંતમાં, અમે આશા રાખીએ છીએ કે આજના જૈન શ્રમણામાં પ્રાચીન લિપિનું અજ્ઞાન, લિખિત પુસ્તક વાંચવા પ્રત્યે કંટાળા, પુસ્તકરક્ષા માટેની બેદરકારી વગેરે દિનપ્રતિદિન જે વધતાં જાય છે તે સદંતર દૂર થવા ઉપરાંત પ્રાચીન જૈનાચાર્યુંએ લૂખી સાંપ્રદાયિકતાના વાડામાં પુરાઈ ન રહેતાં વિશ્વના મેદાનમાં ઊભા રહી ભારતીય કલા, સંસ્કૃતિ અને સ્થાપત્યનાં પ્રત્યેક અંગેામાં વ્યાપકદષ્ટિએ વિકાસ અને પવિત્રતાના રંગો પૂરવા માટે જે પ્રકારની સમેક્ષિકાના ઉપયેગ કર્યાં છે તે પ્રકારની સૂમેક્ષિકાના ઉપયેગ આજને જૈન સંધ પ્રત્યેક કાર્યમાં કરા; એટલું ઇચ્છી અમે વિરમીએ છીએ.
સુનિ પુષ્ણવજય